નેશનલ

Odishaમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળે લીધા શપથ: વડાપ્રધાન સહિત દિગ્ગજ નેતાઓની હાજરી

ભુવનેશ્વર: ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં વર્ષોથી પોતાનો ગઢ બનાવી ચૂકેલી નવીન પટનાયકની (Navin Patnayak) સરકારને કારમી હારનો સ્વાદ ચખાડી ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આજે 12 જૂનના રોજ ઓડિશાના 15 માં મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીએ (Mohan Charan Majhi) શપથ લીધા છે. રાજ્યના પાટનગર ભુવનેશ્વરમાં મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઓડિશામાં CM સાથે સાથે CM houseની પણ શોધ! નવીન પટનાયક ઘરેથી જ કામ કરતા

ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુવનેશ્વર પહોંચ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યપ્રધાન નાયબ સૈની, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર ધામી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્મા પણ ભુવનેશ્વર પહોંચ્યા હતા.

ઓડિશાના મુખ્યપ્રધાન તરીકે મોહન ચરણ માઝીએ અને નાયબ મુખ્યપ્રધાન કનક વર્ધન સિંહ દેવ અને પ્રવતી પરિદાએ પણ શપથ લીધા હતા. જો કે કેબિનેટમાં ભાજપના ધારાસભ્ય સુરેશ પૂજારીને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઓડિશામાં BJDને દર્દમાં દર્દ ભળ્યું; વિકે પાંડિયને કર્યું રાજનીતિથી સન્યાસનું એલાન

મંત્રીમંડળમાં સ્થાન પામેલા ધારાસભ્યો –
કનક વર્ધન સિંહ દેવ, પ્રવતિ પરિદા, સુરેશ પૂજારી, રબીનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણ ચંદ્ર પાત્ર, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગ, વિભૂતિ ભૂષણ જેના, કૃષ્ણ ચંદ્ર મહાપાત્રા, સંપદ ચંદ્ર સ્વૈનનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે.

ચારને રાજ્ય મંત્રીનો સ્વતંત્ર હવાલો –
જો અન્ય ચાર મંત્રીઓને રાજ્ય મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જેમાં ગણેશ રામસિંહ ખુંટીયા, સૂર્યવંશી સૂર્ય, પ્રદીપ બાલાસમંતા , ગોકુળ નંદ મલ્લિકનો સમાવેશ થાય છે.

ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના હતા. નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ નવીન પટનાયકને મળીને તેમને શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમણે પણ આમંત્રણ સ્વીકારીને હાજરી આપવાની વાત કહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button