નેશનલસ્પોર્ટસ

India vs Qatar Football Highlights: કતારના વિવાદાસ્પદ ગોલને કારણે ભારત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર; WATCH

દોહા: મંગળવારે દોહામાં કતાર અને ભારત વચ્ચે (Qatar and India)ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર (World cup qualifier) મેચ દરમિયાન રેફરીના નિર્ણયને કારણે વિવાદ થયો છે. કતારના યુસેફ આયમેને ગોલ કર્યો જેનો ભારતીય ટીમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે ગોલ કરવામાં આવે તે પહેલા બોલ બેઝલાઈન પર ગેમની બહાર ચાલ્યો ગયો હતો.

કતારના ફૂટબોલરોએ ગોલની ઉજવણી કરી રહ્યા હતા,ત્યારે ભારતીય ખેલાડીઓએ રેફરીના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો, પરંતુ તેમની અપીલ માન્ય રાખવામાં ના આવી રહી. આ વિવાદાસ્પદ ગોલને કારણે ભારત 1-2 થી મેચ હારી ગયું, અને વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયરમાંથી બહાર નીકળી ગયું.

ભારતીય ખેલાડીઓના વિરોધ છતાં, રેફરીએ ગોલને માન્ય ગણાવ્યો, એક નિર્ણયને કારણે ભારતીય ટીમના મનોબળને ઠેસ પહોંચાડી. 85મી મિનિટે કતારના અહેમદ અલ-રાવીએ પોતાનો બીજો ગોલ કરીને જીત પર મહોર મારી.

રેફરીનો નિર્ણય વિવાદનો મુદ્દો રહ્યો છે, ઘણા લોકો એવી દલીલ કરે છે કે તેણે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં જવાની ઐતિહાસિક તક ભારત પાસેથી આ ખોટા નિર્ણયને કારણે છીનવાઈ ગઈ.

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ મેચ કમિશનરને સત્તાવાર રીતે ફરિયાદ સબમિટ કરી છે, જેમાં કતરે દોહામાં ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર દરમિયાન કરેલા વિવાદાસ્પદ ગોલની વિગતવાર તપાસ કરવાની વિનંતી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેડરેશન ગોલની “વિસ્તૃત સમીક્ષા” માટે અપીલ કરી છે, આ ગોલને દક્ષિણ કોરિયાના રેફરી, કિમ વૂ-સુંગ દ્વારા માન્ય કરવામાં રાખવામાં હતો.

https://twitter.com/RichKettle07/status/1800587782043369786

AIFFના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે મેચ કમિશનરને ફરિયાદ કરી છે અને સમગ્ર બાબતની સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છીએ.” ઈરાનના મેચ કમિશનર, અહેમદ મોમેની પર મેચ દરમિયાન FIFA ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટેની જવાબદારી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત