બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમની બેધડક રાય આપવા માટે જાણીતા છે. ઘણીવાર તેઓ લોકપ્રિય મુદ્દાઓ પર ખુલ્લેઆમ, બિન્દાસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે દેશ તેઓ દરેક મુદ્દા પર અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં અભિનેતા નસીરુદ્દીન શાહનો એક ઈન્ટરવ્યુ ખૂબ ચર્ચામાં આવ્યો છે. જેમાં તેમણે મુસ્લિમ ભાઈઓ અને પીએમ મોદી વિશે ખુલીને વાત કરી છે અને ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેણે દેશના મુસ્લિમો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી ટીકા કરી છે, જેની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.
નસીરુદ્દીન શાહે પત્રકાર કરણ થાપરને ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પીએમ મોદીને ઇસ્લામિક કેપ પહેરેલા જોવા ઇચ્છે છે. એનું કારણ જણાવતા તેમણે કહ્યું છે કે આને લીધે મુસ્લિમોમાં એવો સંદેશો જશે કે તેઓ મુસ્લિમ વિરોધી નથી. પીએમ મોદી વિશે કટ્ટ્રર અભિપ્રાય ધરાવતા અભિનેતાએ કહ્યું હતું કે, ‘મોદી છેલ્લા ઘણા સમયથી ઓછી સમજદારીભરી વાતો કરી રહ્યા છે. તેઓ એમ માની રહ્યા છે કે તેમને ભગવાને મોકલ્યા છે અને તેઓ ભગવાન છે. તેમના આવા વિચારોથી લોકોએ ડરવું જોઇએ. પીએમ મોદી એમ જ માનતા હતા કે તેઓ અજેય છે. તેઓ આજીવન વડાપ્રધાન રહેશે પરંતુ હવે તેમને સત્તા વહેંચવી પડશે, જે તેમના માટે કડવી બાબત હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે ભાજપે તેની બહુમતી ગુમાવી દીધી છે અને લોકસભામાં તેની સ્થિતિ 10 વર્ષમાં સૌથી ખરાબ છે, ત્યારે તેઓ ઘણા જખુશ થયા હતા અને તેમને ઉજવણી કરવાનું મન થઇ આવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે મોદીના આંસુ મગરના આંસુ હોય છે. તેમનું સ્મિત અને મગરના આંસુ ક્યારેય તેમને (ન. શાહને) આકર્ષી શકતા નથી. મોદી કુશળ અભિનેતા નથી. તેઓ તેમની જૂની ઘમંડી છાપ ભૂંસી શકશે નહીં.
આ પણ વાંચો: World Theatre Day: વાત બોલીવૂડના એવા સેલેબ્સની કે જેમણે થિયેટરથી ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
અભિનેતાએ મુસ્લિમ સમુદાયના ભાઈચારાને લગતા મુદ્દાઓ પર પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘મુસલમાનોએ મદરેસાઓને બદલે શિક્ષણ અને નવા વિચારો અપનાવવા જોઇએ. તેમણે હિજાબ અને સાનિયા મિર્ઝાના સ્કર્ટની લંબાઇ વિશે વિચારવાને બદલે બદલતી દુનિયા વિશે વિચારવું જોઇએ. મોદી સત્તામાં આવ્યા તે પહેલા જ દેશમાં ઘણું ખોટું થયું છે. દેશમાં ધર્મો વચ્ચે હંમેશા દુશ્મનાવટની લાગણી રહી છે.