આમચી મુંબઈ

પલક મુછલે 3000 બાળકોની હાર્ટ સર્જરી પૂર્ણ કરી છે, કહી આ વાત

મુંબઈ: અઢી વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કરનાર બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર પલક મુછલ(Palak Muchhhal) સામાજિક કાર્યમાં ખુબ યોગદાન આપે છે. પલક અત્યાર સુધી 3000 બાળકોના જીવ બચાવી ચૂકી છે. તાજેતરમાં પલકે આલોક નામના બાળકની હાર્ટ સર્જરી કરાવી હતી. પલકે આલોક માટે પ્રાર્થના કરનારાઓનો પણ આભાર માન્યો છે. પલકનું કહેવું છે કે આલોકની સર્જરી સફળ રહી અને હવે તે બિલકુલ સ્વસ્થ છે.

પલકની મદદથી હાર્ટ સર્જરી કરાવનારા ગરીબ બાળકોની સંખ્યા 3000 પર પહોંચી ગઈ છે. લોકોએ પલકની પ્રશંસા કરી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પલકનું નામ તેના સામાજિક કાર્યો માટે ‘ગિનીસ બુક ઑફ રેકોર્ડ્સ’ અને ‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ’માં નોંધાયેલું છે. આ ઉપરાંત તેમને ભારત સરકાર અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવી છે.

પલક મુછલે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે ઘણા એવા બાળકોની સારવાર કરી રહી છે જેમને હાર્ટ સર્જરીની જરૂર છે. લગભગ 400 વધુ બાળકોની સારવાર કરવા માંગે છે. તેણે આ વાતચીતમાં કહ્યું હતું કે, ‘એ એક સ્વપ્ન જેવું લાગે છે કે એક નાની બાળકીએ શરૂ કરેલી નાની પહેલ આજે આટલી બની ગઈ છે. આ પહેલ મારા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. 3,000 બાળકો મારા માટે મારા પરિવાર જેવા છે.’

પલકે કહ્યું કે, “હજી પણ 400 થી વધુ બાળકો છે જેમની હું સારવાર કરાવવા માંગુ છું. આજે પણ મારી દરેક કોન્સર્ટ એ હાર્ટ સર્જરીને સમર્પિત છે. બાળકો પલક દીદીના કોન્સર્ટ અને તેમની સર્જરીની રાહ જુએ છે અને હું પ્રાર્થના કરું છું કે ભગવાન મને એટલી શક્તિ આપે કે હું આ ઈચ્છા પૂરી કરી શકું.”

પલકની પ્રથમ ફિલ્મ સલમાન ખાનની ‘વીર’ હતી, જે 2010માં રિલીઝ થઈ હતી. તેણે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાન તેને સમય સમય પર માર્ગદર્શન આપતો હતો કે કેવી રીતે આગળ વધવું.

પલકે કહ્યું હતું કે તેણે સલમાનના NGOને મદદ કરવા 100 બાળકોની સર્જરી કરાવી હતી. પછી એક દિવસ તેને ‘એક થા ટાઈગર’ ફિલમાં ગીત ગાવા માટે ફોન આવ્યો અને તે તેના જીવન માટે એક મોટો બ્રેક હતો. પલક હજુ પણ માને છે કે યશ રાજ અને સલમાન ખાનની ફિલ્મ અને કેટરિના કૈફ માટે પોતાનો અવાજ આપવો એ એક મોટી ડેબ્યૂ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત