આપણું ગુજરાત

સમાજ બાનમાં રહેવા ટેવાયેલો છે કે ફરજ પડાય છે?

રાજકોટ: આજે સવારથી જુનાગઢથી લઈ અને ગોંડલ સુધીનો વિસ્તાર આજે ટેન્શન ઝોન બની ગયો. ગયા અઠવાડિયે જુનાગઢ ખાતે દલિત યુવક સંજુ સોલંકીને ગોંડલના જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલે નગ્ન કરી વિડીયો ઉતારી અને માર માર્યાની ઘટના ઘટી હતી, જે સંદર્ભે કાયદાકીય પગલા પણ લેવાય ચૂક્યા છે પરંતુ જુનાગઢ દલિત આગેવાન રાજુ સોલંકીએ 12 તારીખે એટલે કે આજે જુનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીનું આયોજન કર્યું હતું અને સવારથી જ જુનાગઢથી લઇ અને ગોંડલ સુધીનો વિસ્તાર પોલીસ છાવણીનો વિસ્તાર બની ગયો હતો.

સવારે જુનાગઢથી બાઇક રેલીનો પ્રારંભ થયો અને ગોંડલ ખાતે જયરાજસિંહ અને ગણેશના સમર્થનમાં સમગ્ર ગોંડલ તાલુકો વેપારી મંડળ શાળાઓ માર્કેટિંગ યાર્ડ વગેરે બંધ પાડી અને ગણેશ જાડેજાને સમર્થન આપ્યું હતું.

આ સમાચાર સર્વવિદિત છે પરંતુ સમાજ ક્યાં સુધી બાનમાં રહેશે? રાજુ સોલંકી પરિવાર કોઈ દુધે ધોયેલો પરિવાર નથી તેની પર 17 ક્રિમિનલ કેસ નોંધાયા છે. સામે જયરાજસિંહ પરિવાર પણ ઘણીવાર કાયદાકીય ચુન્ગાલમાં ફસાઈ ચૂક્યો છે. આમ જુઓ તો બંને વચ્ચેની અહમ પોસવા માટેની મારામારી નો કિસ્સો છે. પરંતુ નિર્દોષ નાગરિકોએ શું સમજવાનું? ઘણીવાર બીકના માર્યા તો ઘણીવાર લાગણીના માર્યા ધંધા રોજગાર બંધ રાખવાના, રેલીઓમાં જોડાવાનું, વ્યક્તિગત રીતે જ્યારે વિચારો છો ત્યારે જ બુદ્ધિથી વિચારી શકાય માણસ ટોળામાં પરિવર્તિત થાય એટલે બુદ્ધિ શક્તિ પણ કુંઠિત થઈ જાય છે. ઘણીવાર તો એવું લાગે કે લોકો પાસે પણ વિરોધ કરવા કે બચાવ પક્ષ માં નારા લગાવવા સિવાય બીજું કોઈ કામ બાકી રહ્યું નથી. રાજકીય પક્ષો આગેવાનો કેવા મુખી પર તત્ત્વો આખા સમાજને દોરે છે.

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ હત્યા અને અપહરણની જૂનાગઢમાં ફરિયાદ

આજે જે કાંઈ ગોંડલ ખાતે થયું તે કોનો વાંક છે કે શું છે તે વિચારવાની જગ્યાએ જે કાંઈ થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે કે નહીં તે વિચારવાનો સમય છે. સામે ફરિયાદ થઈ ચૂકી છે કાયદો કાયદાનું કામ કરશે. કુદરતનો પણ ન્યાય હોય છે. આજે જુનાગઢથી ગોંડલ આવક જાવક 150 કિલોમીટર સ્કૂટર બાઈક અને ગાડીના પેટ્રોલનો ખર્ચ ગણો તો રેલીના તમામ વાહનોનો અંદાજિત ખર્ચ લાખોમાં થવા જાય આટલો જ ખર્ચ જો સમાજના ઉત્થાન માટે કે કોઈ સારા કાર્ય માટે વપરાયો હોત તો?સામા પક્ષે તાલુકા બંધનું એલાન એટલે કે ધંધા રોજગાર બંધ તેમાં કેટલું નુકસાન ગયું હશે તે ખર્ચ પણ જો કોઈ સારા કાર્યમાં વપરાય તો ખરા અર્થમાં સમાજ જાગૃત થયો ગણાય. અત્યારે શક્તિ પ્રદર્શનની હોડ લાગી છે. બે આખલાના યુદ્ધમાં ઝાડનો ખો નીકળતો જાય છે. સાથે જોડાતો સમાજ પણ પોતાની વ્યક્તિગત બુદ્ધિશક્તિ ખોતો જાય છે.

જો 42 કલાક પહેલા આરોપીની ધરપકડ નહિ થાય તો ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન યોજશુ : જીગ્નેશ મેવાણી

આ પરિસ્થિતિમાં કોણ કોને સમજાવશે? હવે તો આપણે પોતે સમજીએ તો જ સારા રાષ્ટ્ર કે સમાજનું નિર્માણ થાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત