Panchmahal: પાણીની તરસે ત્રણ કિશોરીનો જીવ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા નદી કે તળાવમાં ડૂબવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. બે અઠવાડિયા પહેલા મોરબી અને પ્રાંતિજમાં ડુબવાથી છ લોકોના મોત થયા હતા ત્યારે આજે વધુ એક ઘટના પંચચહાલ જિલ્લામાં ઘોઘંબાના સીમળિયાના પીપળીયા ગામમાં ત્રણ કિશોરીઓ તળાવમાં પાણી પીવા જતા પગ લપસી જવાના કારણે મોત થયા હોવાની ઘટના સામે આવી છે, ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ફાયર કર્મચારીઓએ મૃતદેહ ને બહાર કાઢયો છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
Read This….
પીપળીયા ગામમાં ત્રણ કિશોરીઓ બકરી ચરાવવા માટે ગઈ હતી દરમિાયન ત્રણ કિશોરી પૈકી એકને તરસ લાગતાં કોતરમાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં એક કિશોરી પાણી પીવા ગઈ હતી. દરમિયાન પાણીના ખાડામાં લપસી જતાં તેને બચાવા અન્ય બે કિશોરીઓ જતાં ત્રણેયના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યાં છે. એક જ ફળિયા અને કુટુંબની ત્રણ માસૂમ કિશોરીઓના અકાળે મોત નિપજતાં તેમના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે.
અત્રે ઉલ્લખનીય છે કે ગત 22મી મે 2024ના રોજ મોરબીમાં વર્ષામેડી ગામમાં તળાવમાં તળાવમાં ન્હાવા ગયેલા મેહુલ ભૂપતભાઈ મહાલિયા (ઉ.વ.10), શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.વ.8) અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ.વ. 12) નું તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ત્રણેય બાળકોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ત્રણેયના મૃતદેહને પી એમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આજ સમય દરમિયાન પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામે ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ભાઈને જમવાનું ટિફિન લઈને આપવા માટે ગઈ હતી અને આ દરમિયાન રસ્તામાં તળાવ જોઈને નહાવા માટે પાણીમાં પડી હતી. આ દરમિયાન તળાવમાં ડૂબી જવાને કારણે ત્રણેય બાળકીઓના મોત નિપજ્યા હતા.