નેશનલસ્પેશિયલ ફિચર્સ

હવે ખરેખર બે ટંકની રોટલી પણ થશે મોંઘીઃ ઘઉંનો સ્ટોક 16 વર્ષમાં સૌથી ઓછો

નવી દિલ્હીઃ દેશનો દરેક પરિવાર બીજું કંઈ ખાઈ શકે કે નહીં પણ બે ટંકની રોટલી ને ગોળ કે શાક ખાઈ લે તેવી વ્યવસ્થા જો તમામ સંબંધિત એજન્સીએ કરવી જોઈએ, પરંતુ રોજ એક યા બીજી વસ્તુના ભાવ વધ્યાની ખબરો આવ્યા કરે છે. દૂધ, દહીં, શાકભાજીથી માંડી શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં થતી મોંઘવારી માત્ર ગરીબ અને મધ્યમવર્ગ નહીં પણ ઠરીઠામ થયેલા પરિવારોને પણ કનડી રહી છે. ત્યારે હવે વધુ એક અત્યંત જરૂરી વસ્તુનો ભાવ વધવાની શક્યતા છે.

કહેવાનું માનીએ તો આગામી દિવસોમાં ઘઉંનો લોટ મોંઘો થઈ શકે છે. ઘઉંન લોટ છેલ્લા એક વર્ષમાં આઠ ટકા મોંઘો થયો છે. છેલ્લા 15 દિવસમાં કિંમતોમાં સાત ટકાનો વધારો થયો છે, જે આગામી 15 દિવસમાં વધુ સાત ટકા વધી શકે છે. સરકારી સ્ટોર્સમાં ત્રણ મહિનાનો (138 લાખ ટન) ઘઉંનો સ્ટોક હંમેશા હોવો જોઈએ. પરંતુ આ વખતે ખરીદીની સિઝન શરૂ થાય તે પહેલા તે માત્ર 75 લાખ ટન સ્ટોક હતો. અગાઉ 2007-08માં તે 58 લાખ ટન હતો એટલે કે ઘઉંનો સ્ટોક હવે 16 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે.

આ સ્ટોક 2023માં 84 લાખ ટન, 2022માં 180 લાખ ટન અને 2021માં 280 લાખ ટન હતો. રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી વિશ્વમાં ઘઉંનો સરકારી સ્ટોક ઘટી રહ્યો છે. સરકારે અત્યાર સુધીમાં કુલ 264 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, પરંતુ સરકારનો લક્ષ્યાંક 372 લાખ ટન છે. જેના કારણે ખરીદીનો સમય પણ 22મી જૂન સુધી લંબાવવામાં આવ્યો છે, પરંતુ ખરીદ કેન્દ્રોમાં માત્ર ન બરાબર જ ઘઉં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ‘મફત અનાજ યોજના’ અને બીપીએલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘઉંની તાત્કાલિક આયાત કરવી પડી શકે છે. ભારતે છેલ્લે 2017-18માં ઓસ્ટ્રેલિયા અને યુક્રેનમાંથી 15 લાખ ટન ઘઉંની આયાત કરી હતી. 2021-22માં કુલ 80 લાખ ટન, 22-23માં 55 લાખ ટન અને 2023-24માં પાંચ લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી.

Read This…

બીજી તરફ ભાવમા વધારો કેમ જેમાં ઘઉંના પાક ચક્ર દરમિયાન ધુમ્મસ અને પવનને કારણે તેની પ્રતિ એકર ઉત્પાદકતામાં પાંચ ક્વિન્ટલનો ઘટાડો થયો છે. સામાન્ય સ્થિતિમાં ઉપજ 20 ક્વિન્ટલ સુધી હોય છે. મધ્યપ્રદેશમાં ગત વખત કરતા 22.67 લાખ ટન ઓછી ખરીદી થઈ છે.

લોટના વધતા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી હતી. તેઓ 5000 ક્વિન્ટલથી વધુ સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે વેપારીઓ પાસે ઘઉં નથી. દર વર્ષે તેમની પાસે જૂના ઘઉં હોય છે. એટલા માટે તેઓ ઘઉંની પણ વધુ ખરીદી કરી રહ્યા છે.

ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે વર્ષમાં ઘણી વખત ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ કર્યું હતું. જેના કારણે સરકારી સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી અનુસાર, દેશમાં 2023-24માં 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે લગભગ 110 મિલિયન મેટ્રિક ટન હતો. એટલે કે તે વધીને 20 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button