ટોપ ન્યૂઝનેશનલ

માણસમાં બ્લડ ફ્લુના કેસની WHOએ કરી પૃષ્ટિ, પશ્ચિમ બંગાળનો બાળક સંક્રમિત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વી ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. ચાર વર્ષનો એક બાળક H9N2 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી સંક્રમિત થયો છે. બાળક ઘરે મરઘાંના સંપર્કમાં આવ્યો હતો. બાળકને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણ સાથે ફેબ્રુઆરીમાં સ્થાનિક હોસ્પિટલના પીડિયાટ્રિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાના સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જોકે, પરિવારના સભ્યો અને અન્ય નજીકના સંપર્કોમાં શ્વસન સંબંધી બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

ભારતમાં H9N2 બર્ડ ફ્લૂનો આ બીજો નોંધાયેલ માનવ કેસ છે. આ અગાઉ 2019માં બર્ડ ફ્લૂના માનવ કેસ નોંધાયો હતો. અગાઉનો કેસ પણ એક બાળકમાં નોંધાયો હતો, જે મહારાષ્ટ્રનો હતો. ફેબ્રુઆરી 2019 માં મહારાષ્ટ્રના મેલઘાટ જિલ્લામાં કોરકુ જનજાતિના 93 ગામોમાં સમુદાય આધારિત સર્વેલન્સ અભ્યાસ દરમિયાન આ કેસ શોધી કાઢવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન, આરોગ્ય કર્મચારીઓએ 18 મહિનાના છોકરામાં A(H9N2) વાયરસનો ચેપ શોધી કાઢ્યો હતો. , જેમણે તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ખોરાક લેવામાં તકલીફ સહિતના લક્ષણો દર્શાવ્યા હતા. ત્યાર બાદ બાળકને રસી અને સારવાર આપવામાં આવી હતી. આ બાળકનો મરઘાં સાથે કોઈ સંપર્ક નહોતો, પણ બર્ડ ફ્લૂના લક્ષણો દર્શાવવાના એક અઠવાડિયા પહેલા, તે તેના માતાપિતા સાથે ધાર્મિક મેળાવડામાં ગયો હતો.

હાલમાં આ રોગ વિશએ જેટલી માહિતી ઉપલબ્ધ છે તેના પરથી એટલું જાણવા મળે છે કે માનવ-થી માનવ ફેલાવાનું જોખમ ઓછું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સંક્રમિત વ્યક્તિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરે તો ક્યારેક કોઇનામાં આવો ચેપ ફેલાઇ શકે છે, પણ કોરોના જેવું વ્યાપક સમુદાય-સ્તરનું પ્રસારણ અસંભવિત છે કારણ કે આ વાયરસે માનવ-થી-માનવમાં અસરકારક ટ્રાન્સમિશનની ક્ષમતા પ્રાપ્ત કરી નથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button