વેપાર

મથકો પાછળ સિંગતેલમાં ચમકારો, અંદાજે ૭૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર

મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદાના ભાવમાં ૧૪ રિંગિટનો સુધારો આવ્યાના અહેવાલ હતા, જ્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૩૦ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આયાતી તેલમાં માત્ર સોયા રિફાઈન્ડના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ.૧૦નો સુધારો આવ્યો હતો, જ્યારે સોયા ડિગમમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના અન્ય આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. વધુમાં આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં દેશાવરોની માગને ટેકે લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫નો અને તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦નો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા અને અન્ય દેશી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે અંદાજે ૭૦૦થી ૭૫૦ ટન આરબીડી પામોલિનના વેપાર થયા હતા, જેમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે ગોલ્ડન એગ્રીના રૂ. ૯૧૫માં અને અલાનાના રૂ. ૯૦૫માં થયા હતા, જ્યારે સેલરિસેલ ધોરણે ખપોલીનાં કામકાજ રૂ. ૯૦૫ના મથાળે થયા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૭૮, સોયા રિફાઈન્ડના રૂ. ૯૭૦, સોયા ડિગમના રૂ. ૯૨૦, સન રિફાઈન્ડના રૂ. ૯૭૦, સન ક્રૂડના રૂ. ૯૧૫, સિંગતેલના રૂ. ૧૫૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૫થી ૯૨૦માં અને રૂ. ૧૪૭૫માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૬૦માં થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૬૨૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૭૦૦માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૫થી ૯૫૮માં થયાના અહેવાલ હતા. આ સિવાય આજે રાજસ્થાનના મથકો પર અંદાજે ૩.૭૫ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૧૦૦થી ૬૧૨૫માં થયા હતા, જ્યારે સરસવ એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૫૯માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૧૬૯માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૭૨૫થી ૨૭૩૦માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button