મરણ નોંધ

જૈન મરણ

દશાશ્રીમાળી સ્થા. જૈન
અમરેલી – થાણા નિવાસી બિપીન સૌભાગ્યચંદ મહેતા (ઉં. વ. ૬૨) તા.૧૦/૦૬/૨૪ના અવસાન પામ્યા છે. સ્વ.વર્ષા (કલીબેન)ના પતિ. ગં.સ્વ.શારદાબેન સૌભાગ્યચંદ મહેતાના સુપુત્ર. સ્વ. લીલમબેન દલીચંદભાઈ હપાણીના જમાઇ. અંકિતા આકાશ શાહ, શ્ર્વેતા ઋષભ શાહના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા પોરવાડ પાત્રીસી જૈન
જીજ્ઞેશ શાહ (ઉં. વ. ૪૭) તે અડિયા નિવાસી હાલ દહિસર કાશમીરાબેન કીર્તિલાલ શાહના પુત્ર. અલ્પેશભાઈ તથા પ્રીતિબેનના ભાઈ. જસ્મીના દિયર, વિપુલકુમારના સાળા, તન્મય તથા ધૃતિના કાકા. તે ૭/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. : ફ્લેટ નં ૬, પાટણ જૈન મંડળ સોસાયટી, એ ૨૦, રતન નગર, દહિસર ઈસ્ટ.

પોરબંદર દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પોરબંદર નિવાસી હાલ ભાયંદર અ.સૌ.ઉષાબેન (ઉં. વ. ૭૩), તે ધીરેન્દ્ર ચીમનલાલ ગોસલિયાના ધર્મપત્ની. ભાવિન, દિપ્તી ધર્મેશ શેઠના માતુશ્રી. સ્નેહાના સાસુ. આર્યન તથા પર્લના બા. જામનગર નિવાસી સ્વ. કમળાબેન તથા સ્વ. ચીમનલાલ મણિલાલ વોરાના સુપુત્રી રવિવાર તા. ૯-૬-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દિગંબર કાનજી સ્વામી મુમુક્ષુ જૈન
નાગનેશ નિવાસી હાલ અંધેરી સોમચંદ નાનચંદ શાહના પુત્ર ધીરજલાલ શાહ (ઉં. વ. ૮૫) ૮/૬/૨૪ના દેહ પરિવર્તન કરેલ છે. તે ઇન્દિરાબેનના પતિ. ગિરીશ, રિદ્ધિશ, શેફાલી ભાવિન વોરા, તેજલ રિતેશ જીનવાલાના પિતા. તૃપ્તિ, ભાવિતાના સસરા. સ્વ. વિનોદચંદ્રના મોટાભાઈ. લીંબડી નિવાસી લાલચંદ બાલચંદ શેઠના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના ૧૦ થી ૧૨. અસ્પી ઓડિટોરિયમ, નૂતન વિદ્યામંદિર હાઈસ્કૂલ પાસે, માર્વે રોડ, મલાડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
વરસડા નિવાસી હાલ મુલુંડ, રમણીકલાલ પ્રાણજીવનભાઈ પારેખ, (ઉં. વ. ૮૨), ૧૦.૬.૨૪ના અવસાન પામેલ છે. તે સ્વ.પુષ્પાબેનના પતિ. પારુલ, મનીષ, વિશાખાના પિતા. કમલેશકુમાર, યતીનકુમાર, ચૈતાલીના સસરા. સ્વ. મનસુખભાઈ, વિનુભાઈ, સ્વ. છબીલભાઈ, પુનમભાઈ, કાંતિભાઈના ભાઈ. અરીહાના દાદા. ચિત્તલ નિવાસી હાલ ડોમ્બીવલી, ડાયાલાલ છગનલાલ મેહતાના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. .:૧૦/બી, કૃષ્ણ વંદાવન, આર. આર. ટી. રોડ, મુલુંડ વેસ્ટ.

કચ્છી વિશા ઓશવાળ જૈન
કાંડાગરાના પ્રેમીલા દિલીપ શાહ (ઉં. વ. ૭૨) તા. ૧૦-૬-૨૪ ના અવસાન પામેલ છે. નાનબાઈ કલ્યાણજીના પુત્રવધૂ. દિલીપના પત્ની. લીના, વિનયના માતા. ખેતબાઈ લખમશી સાવલાના પુત્રી. ચંદ્રકાંત, રમેશ, હંસાના બેન. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે) ટા.૧ થી ૨.૩૦.

કપાયાના પુષ્પાબેન (ગગીબાઈ) નેમજી સંગોઈ (ઉં. વ. ૭૬) તા. ૯-૬ના અરિહંત શરણ પામેલ છે. નેમજીના ધર્મપત્ની. મણીબેન દામજી હરશીના પુત્રવધૂ. કૌશિક, ચેતનના માતૃશ્રી. ગેલડાના કુંવરબાઈ પ્રેમજી ગાલાના સુપુત્રી. નાગજી, મોરારજી, નાનજી, વસનજીના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. ચેતન નેમજી સંગોઇ, ૦૧, લીલા પાર્ક, શુભ શાંતિ કોમ્પલેક્ષ, બોબી શોપીંગ સેન્ટરની પાછળ, દહાણુકરવાડી, કાંદિવલી (વે) ૬૭.

નાની ખાખરના નવીન દેવજી દેઢિયા (ઉં. વ. ૭૬) તા. ૯-૬-૨૦૨૪ના અવસાન પામેલ છે. લાછબાઇ ભાણજી ચાંપશીના પૌત્ર. સાકરબેન દેવજીના પુત્ર. સરલાના પતિ. જતીન, જલ્પાના પિતા. પુનડીના લાડબાઇ રામજી ઉમરશીના જમાઇ. કાંતિ, ધીરજ, શાંતિ, નિર્મળા, મીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. : નવીન દેવજી દેઢિયા, ૧૨ મહાવીર ભવન, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ), મું. ૭૭.

રતાડીયા (ગણેશવાલા)ના હરીલાલ મેઘજી નંદુ (ઉં. વ. ૮૪) તા. ૯/૬ના અવસાન પામ્યા છે. નાનબાઈ મેઘજી જાદવજીના સુપુત્ર. લક્ષ્મીબેનના પતિ. કમલેશ, શૈલેષ, બીનાના પિતાશ્રી. વિનોદ, ગુંદાલા જવેરબેન દામજીના ભાઈ. ટોડા દેવકાબેન કુંવરજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શૈલેષ હરીલાલ : ૧૦૦૪, વંદના, પેસ્તમસાગર રોડ-૪, ચેમ્બુર, મું-૮૯.

કોડાયના ભાઈલાલ લખમશી લાલન (ઉં. વ. ૮૭) તા.૧૦-૬-૨૦૨૪ ના અવસાન પામેલ છે. રતનબેન લખમશી મેરગના પુત્ર. ભારતીબેન (ડાહીગોરી)ના પતિ. અશોક, દિપકના પિતા. હીરબાઈ, ભવાનજી, રામજી, મણીલાલના ભાઈ. દેશલપુર લાછબાઈ ધારશી તાલા ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ : દિપક લાલન. બી-૨૮, કોર્ણાક ઈન્દ્રપ્રસ્થ કો.હા.સો. સર્વોદય નગર, મુલુંડ (વે), મું – ૮૦.

મોટા લાયજાના મિઠાંબેન પ્રેમજી છાડવા (ઉં. વ. ૯૨) તા. ૯-૬ના અવસાન પામેલ છે. સ્વ. પ્રેમજીના ધર્મપત્ની. માતુશ્રી વાલબાઇ હીરજીના પુત્રવધૂ. સ્વ. પોપટલાલ, ખુશાલ, ધનવંતી, હેમા, રંજન, જ્યોતિના માતુશ્રી. ગોધરાના મુરીબાઇ લાલજી સાલીયાના પુત્રી. સ્વ. લખમશી, વશનજી, કાનજી, કલ્યાણજી, દેવકાબેન, ચંચલબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. એ. મિઠાંબેન પ્રેમજી, ૧૩ એ, કૃષ્ણકુંજ બિલ્ડીંગ, સ્ટેશન રોડ, ૨જે માળે, વિક્રોલી (ઇ.), મું. ૮૩.

માંગરોળ જૈન
માંગરોળ નિવાસી (હાલ મુંબઈ) ગં.સ્વ. પ્રમીલાબેન (ઉં. વ. ૮૯) ૫-૬-૨૪ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયકાંત લક્ષ્મીદાસ દેવીદાસ શાહના પત્ની તથા સ્વ. નગીનદાસ દોશીના પુત્રી. રૂપાબેન કાપડીયા, નીલાબેન ગાંધી તથા અમિતભાઈ શાહના માતુશ્રી. સ્વ.શશીકાંતભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. કિશોરભાઈ બીપીનભાઈ, રાજેનભાઈ, સ્વ. કુમુદબેન, મૃદુલાબેનના બેન તથા સેજલબેન, રાજુભાઈ કાપડીયા, કમલેશભાઈ ગાંધીના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
બાબરા નિવાસી સ્વ. ધિરજબેન નગીનભાઈના સુપુત્ર પંકજ (ઉં. વ. ૬૮) સ્વ. નરેન્દ્રભાઈ, વિજય, સ્વ. કુસુમબેન પ્રમોદરાય, અરૂણાબેન અરવિંદકુમાર, લતાબેન જસવંતરાય, જ્યોતિબેન ચંદ્રકાંતભાઈ, દક્ષા ભૂપતભાઈના ભાઈ. કનકના દિયર તેમજ મનસુખભાઈ કોરડીયાના ભાણેજ ૫-૬-૨૪ના અવસાન પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરાના સ્વ. દામજી ખેતશી સામત સાવલા (ઉં. વ. ૭૩) શનિવાર તા. ૮-૬-૨૪ના ઘાટકોપર મધ્યે અવસાન પામેલ છે. સ્વ. રાજીબેન ખેતશી સામતના પુત્ર. અમૃતબેનના પતિ. જયોતિ, શિલ્પા, રાજીવ, નીરવના પિતાશ્રી. પન્ના, સ્નેહા, ચંદ્રેશ દેઢિયા, ધીરજ ચરલાના સસરા. સ્વ. ડુંગરશીના ભાઇ. ગામ ભચાઉના સ્વ. દિવાળીબેન દામજી કેશવજી ગાલાના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. એ-૯, આનંદ મંગલ સોસાયટી, સાઇનાથ નગર, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ).

દશા શ્રીમાળી જૈન
વવાણિયા નિવાસી સ્વ. શાંતિલાલ દલીચંદભાઇ મહેતાના સુપુત્ર પ્રવીણભાઇ (ઉં. વ. ૮૧) સોમવાર, તા. ૧૦-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષિદાબેનના પતિ. જતીન, હિતેશ તથા રાહુલના પિતાશ્રી. તે રાજકોટ નિવાસી સ્વ. કેશવલાલ પાનાચંદ મોદીના જમાઇ. તે ચારુ, શોભા, કિરણના સસરા. તે મુકતાબેન, સ્વ. શારદાબેન, સ્વ. જયોત્સનાબેન, ભાનુબેન, જયોતિબેન, કુમુદબેન તેમ જ સ્વ. જયંતીભાઇ, જગદીશભાઇ તથા મુકેશભાઇના ભાઇ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળીમૂર્તિ પૂજક જૈન
ખાંભડા (ધ્રાંગધ્રા) નિવાસી હાલ બોરીવલી સ્વ. કંચનબેન શાંતિલાલ શાહના સુપુત્ર ઇન્દ્રજીતભાઇ (ઉં. વ. ૭૫) તે સ્વ. મીનાક્ષીબેનના પતિ. અ. સૌ. લતાબેન નરેન્દ્રભાઇ મહેતા તથા સ્વ. નિલેશના ભાઇ. તે સ્વ. રતિલાલ મોહનલાલ શાહ, સ્વ. વાડીલાલ મોહનલાલ શાહ, સ્વ. ચુનીલાલ મોહનલાલ શાહ તથા સ્વ. મણિલાલ મોહનલાલ શાહના ભત્રીજા. તે ચોટીલા નિવાસી સ્વ. દિપચંદ ઉજમશી શાહના ભાણેજ. તે વિછિયા નિવાસી, હાલ મુલુંડ, સ્વ. વાડીલાલ ગોરધનદાસ શાહના જમાઇ. તા. ૧૧-૬-૨૪ના મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે. ઠે. ૧૦૧, હરિ દર્શન, દૌલત નગર, રોડ નંબર-૭. બોરીવલી (પૂર્વ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button