મરણ નોંધ

હિન્દુ મરણ

રાણપુર ગામના હાલે ઘાટકોપર નિવાસી કિરીટભાઇ ધીરજલાલ દોશી (ઉં. વ. ૬૮) તા. ૧૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા. તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ના ૩થી ૫. ઠે. પારસધામ ઘાટકોપર, વલ્લભ બાગ લેન, તિલક રોડ, મુંબઇ-૪૦૦૦૭૭.

હીમ્મતલાલ પ્રેમજી ઠક્કર (પંડીતપોત્રા) ગામ ગઢશીશા હાલ અંધેરીના ધર્મપત્ની અ.સૌ. દમયંતીબેન (હંસાબેન) તે સ્વ. જશોદાબેન જાદવજી ઠક્કર સંગડવાળાના પુત્રી ૧૦-૬-૨૪ના સોમવારે રામશરણ પામેલ છે. તે દિપક, યોગેશ અને સૌ. શિલ્પા ભરત લખપતવાલાના માતુશ્રી. સૌ. સરીતા અને સૌ. નિતાના સાસુ. હર્ષના દાદી. તે સ્વ. કાંતાબેન, સ્વ. શંભુભાઈ, સ્વ. ધીરજભાઈ, જયાબેન, મહાલક્ષ્મીબેન, સૌ. પ્રફુલાબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૨-૬-૨૪ બુધવારના ૫.૩૦ થી ૭.૦૦ રઘુવીર ફાઉન્ડેશન, ચોઈશ અંબે સાગર ટાવર, ૧લે માળે ચોઈસ એક્ટિવીટી સેન્ટર હોલ, ભક્તિ માર્ગ, આર.આર. રોડ જંકશન, જ્ઞાન સરીતા સ્કુલ પાસે, મુલુન્ડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ મરણ
સાવકુંડલા વાળા (હાલ મુંબઈ) ગં. સ્વ. ચંદ્રિકા બેન લક્ષ્મીદાસ કાણકિયા (ઉ.વ.૯૩) તા.૯-૬-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. લક્ષ્મીદાસ અમૃતલાલના પત્ની, બિપીન,અશોક, ભારતી જીતેન્દ્ર મહેતાના માતુશ્રી, પ્રતાપરાઈ, જસવંતરાઈ, કનુભાઈ, ચારુબેન શરદભાઈ પારેખના ભાભી, તેઓ હેમા, રેખાના સાસુ, અમરેલીવાળા સ્વ. મંછાબેન ભાઈલાલ ચિતલિયાના દીકરી. નિવાસસ્થાન:- ઈ-૩૧૯, વીણા સિતાર,મહાવીર નગર, એચ. ડી. એફ. સી.બેન્ક ની બાજુ માં, કાંદિવલી (વેસ્ટ), પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યહેવાર બંધ રાખેલ છે.

મોઢ પોરેચા વાણીયા
દીપક પારેખ તે સ્વ.કાંતિલાલ વીરજી પારેખ અને સ્વ જયવંતીબેન પારેખના સુપુત્ર . સ્વ. પન્નાબેન પારેખના પતિ. સ્વ.ગૌરીબેન કેશવલાલ ઠક્કરના જમાઈ, સંદીપ તથા અંજલિના પિતા. સૌલાના સસરા. જ્યોતિ વિજય પારેખ અને તેજલ તુષાર સરવૈયાના ભાઈ તા. ૧૦-૬-૨૪ના શ્રીજી ચારણ પામેલ છે.

સંબંધિત લેખો

સુરતી દરજી
મુંબઈ નિવાસી ગં. સ્વ. લતિકાબેન ભુપેન્દ્રભાઈ ફુટિયાવાલા (ઉં. વ. ૭૪) તે સ્વ.ભુપેન્દ્રભાઈ મોહનલાલ ફુટિયાવાલાના ધર્મપત્ની. રિતેશના માતુશ્રી. જસ્મીનના સાસુમા. ક્રિષાના દાદી. સ્વ. વનિતાબેન પ્રવિણચંદ્ર દમણિયા, સ્વ.સુરેન્દ્રભાઈ હરિલાલ મિસ્ત્રી, પૂર્ણિમાબેન હરિલાલ મિસ્ત્રીના બેન તા. ૧/૬/૨૦૨૪ના શનિવારે દેવલોક પામેલ છે. તેમનું છેલ્લું બેસણું તા. ૧૩/૬/૨૦૨૪ના ગુરુવારે ૪ થી ૬. શગુન હોલ, મહાડા લૅન ૨, આકુરલી રોડ, લોખંડવાલા ટાઉનશિપ, કાંદિવલી પૂર્વ.

કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ ધાવડા મોટા હાલે માધાપર (કચ્છ) કુ.હેતવી ધીરજ છાટબાર (ઉં. વ. ૧૭) તા.૧૦/૬/૨૪ સોમવારે રામચરણ પામેલ છે. તે કાજલ ધીરજ ભાણજી છાટબારની પુત્રી. ચંદનબાળા ભાણજી , ગં. સ્વ.સરસ્વતીબેન રવજીભાઈ, અમૃતબેન હરિલાલની પૌત્રી. તે ચંદ્રિકાબેન કરસનદાસ ખુડખુડીયાની દોહિત્રી, એ કાજલ વિમલ, ભરતભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, વિરલભાઈ, હર્ષિદા કીર્તિ ઘેલા, વર્ષા દિલીપ મચ્છરની ભત્રીજી. તે જીગર, હાર્દિક, હર્ષલ, પ્રિયા, મિતલ, ભૂમિ, ઓમ, શિવ, હેતા, દક્ષ, યસ્વી, નવ્યા, કેશવની બહેન. પ્રાર્થનાસભા તા. ૧૨/૬/૨૦૨૪ને બુધવાર ૫ થી ૬. પંજી વાડી, બેંકવેટ હોલ, કંજૂર માર્ગ ઈસ્ટ.

દશા શ્રીમાળી વણિક
ચાવંડ નિવાસી હાલ પૂના દક્ષાબેન નરેન્દ્રભાઈ (મીનુભાઈ) કાપડીના સુપુત્ર ચી. મીહીર (ઉં. વ. ૩૬) ૯-૬-૨૪ ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે માનસીબહેનના પતિ. ઉર્વિ કાર્તિકભાઈ શાહના ભાઈ. સ્વ. સવિતાબહેન પ્રતાપરાય કાપડીના પૌત્ર. રૂપાબહેન હેમંતભાઈ પારેખના જમાઈ. પ્રતાપરાઈ ગીરધરલાલ મહેતાના ભાણેજ. ઠે: એ-૭૦૨, મેપલ ગાર્ડન સોસાયટી, ૪૭ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ રોડ, સાઈબાબા નગર, કોંઢવા, પૂના. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ગં.સ્વ. કોકીલાબેન સુખલાલ પાટડીયા (ઉં. વ. ૭૭) ૯-૬-૨૪ના રવિવારે અક્ષરનિવાસી થયા છે. તે નયના તથા પ્રકાશના મમ્મી. સંજયના સાસુ. નારાયણદાસ, ક્રીષ્નાભાઈ તથા નરેન્દ્રભાઈના ભાભી. પ્રાર્થના સદ્ગતનું બેસણું ૧૩-૬-૨૪ના ગુરુવારે ૪થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, સર્વોદય હોલ, ડાયમંડ ટૉકિઝની સામે, રાધાકૃષ્ણ હોટેલની બાજુમાં, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ).

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગર નિવાસી હાલ કોલ્હાપુર, સ્વ. જીતેન્દ્રભાઈ મહેતાના પત્ની ગં.સ્વ. કુમુદબેન (ઉં. વ. ૭૭) ૯-૬-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. લીલાવતી ભાઈલાલ મહેતાના પુત્રવધૂ. પિયર પક્ષ સ્વ. પન્નાલાલ કપાતીના દીકરી. સ્વ. લલિતભાઈ, ગં.સ્વ. નયનાબેન, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. કલ્પનાબેન, રશ્મી ભુપેન્દ્રભાઈ શાહ, ઉષા મહેન્દ્રભાઈ શાહના ભાભી તથા ચેતન, આરતી, મેહુલના માતોશ્રી. મનીષ દેસાઈ, દર્શના, બિજલના સાસુ. પ્રાર્થનાસભા તથા વ્યવહાર બંધ છે.

બાલાસિનોર દશાનીમા વૈષ્ણવ વણિક
હાલ વિલેપાર્લે ગં.સ્વ. કુસુમબેન દેસાઈ (રોજવાવાળા) (ઉં. વ. ૯૦) તે સ્વ. નવનીતલાલ સાકરલાલ દેસાઈના ધર્મપત્ની. શૈલેષભાઈ, ડો. જયેશભાઈ, ડૉ. ભાવિનભાઈ, સંધ્યાબેન, અલ્કાબેનના માતુશ્રી. સ્વ. શીલાબેન, તેજલબેન, સ્વાતિબેન, પંકજકુમાર, કલ્પેશકુમારના સાસુ. સ્વ. કમળાબેન ચીમનલાલ ચંદુલાલ ધારીયાની દિકરી. મિલિંદ, શીતલ, રૂચિર, રોહન, કેવિન, કુશલ, નિયતિ, નીલના દાદી-નાની. રવિવાર ૯-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૩-૬-૨૪ના રોજ ૫ થી ૭. રાજપુરીયા હોલ, ગુજરાતી મંડળ રોડ, વિલેપાર્લે (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મોડાસા એકડા દશા ખડાયતા
મૂળગામ રમોસ હાલ સુકાપુર (હાલ પનવેલ) સ્વ. જયંતીલાલ સોમચંદ શાહ (ઉ. વ. ૭૨) તે ગં. સ્વ. વાંસતિબેનના પતિ. અને સ્વ. પ્રવીણભાઇ, ધનલક્ષ્મીબેન, દેવયાનીબેન અને વિજયભાઇના ભાઇ. અને તે રીમા, કાજલ, અમૃતાના પિતાશ્રી. તે મીનેષકુમાર દીપકકુમાર રાકેશકુમારના સસરા. ઉર્વી અને અંકુરના કાકા. રુદ્ર, પરમ, નીલ, દુર્વાકના નાના તા. ૯-૬-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ના ગુરુવારે ૪થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી મીરચી ગલી, પનવેલ પિયર પક્ષનું સ્વ. નારાયણદાસ, રઘુનાથ શાહ મૂલગાંવ (ખપોલી)નું પ્રાર્થનાસભા એ જ સમયે એજ સ્થળે રાખેલ છે.

ઝાલાવાડી સઇસુતાર જ્ઞાતિ
ગામ-વાંકાનેર નિવાસી હાલ વિરાર સ્વ. શાંતાબહેન અમૃતલાલ ગોહેલના સુપુત્ર ચંદ્રકાન્ત ગોહેલ (ઉં.વ. ૮૨) તે સ્વ. રંજનબહેનના પતિ. તે નૈમિષા, રશ્મિબહેન, સ્વ. વિશાલના પિતાશ્રી. કિશોરકુમાર દેઢિયાના સસરા. સ્વ. કાંતિલાલ, સ્વ. હસમુખલાલ, ગં. સ્વ. જયોત્સનાબેન વિનોદકુમાર ગોહેલ, સ્વ. કુસુમબહેનના ભાઇ, ગં. સ્વ. મંજુલાબેન, જયોત્સનાબેનના દિયર, સ્વ. પ્રેમજીભાઇ નાગજીભાઇ, પાટડિયાના જમાઇ. તા. ૧૦-૬-૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ ગુરુવારના ૪થી ૬. ઠે. જલારામ મંદિર હોલ, પુષ્પાનગર, પી. પી. માર્ગ, એસ.ટી.બસ ડેપોની પાસે, વિરાર (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button