નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

કોણ છે દક્ષિણની સુષ્મા સ્વરાજ, જે બની શકે છે સ્પીકર

લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. પરિણામો જાહેર થઇ ગયા છે અને નરેન્દ્ર મોદીના પ્રતિનિધિત્વમાં ગઠબંધન સરકાર પણ બની ગઇ છે અને ખાતાઓની ફાળવણી પણ થઇ ગઇ છે. હવે લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

લોકસભા અધ્યક્ષ માટે ઘણા નામો ચર્ચામાં છે પરંતુ સૌથી આગળ ભાજપના નેતા દગ્ગુબતી પુરંદેશ્વરી છે, જેમણે રાજમુન્દ્રીથી લોકસભા ચૂંટણી જીતી હતી. જો ભાજપ પુરંદેશ્વરીને લોકસભા અધ્યક્ષ બનાવવામાં સફળ થાય છે તો તે એક કાંકરે બે પક્ષી મારવા જેવું થશે.

આ પણ વાંચો: ઓડિશાના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાતઃ મહારાષ્ટ્રની ફોર્મ્યુલા લાગુ

સ્પીકર પદ માટે 26 જૂને ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતીનો આંકડો પાર કરી શકી નથી, તેથી તેણે સાથી પક્ષો સાથે NDA સરકાર બનાવી છે. મંત્રાલયોની ફાળવણી પહેલા જ TDPએ સ્પીકર પદ માટે દાવો રજૂ કર્યો હતો. સાથે જ JDU પણ આ પદની માગ કરી રહી છે. એવી પણચર્ચા છે કે ભાજપ લોકસભાના સ્પીકરનું પદ પોતાની પાસે જ રાખશે. આ રેસમાં ભાજપના નેતા દગ્ગુબતી પુરંદેશ્વરી સૌથી આગળ છે. ભાજપનું માનવું છે કે જો પુરંદેશ્વરીને સ્પીકર બનાવવામાં આવશે તો TDP અને ચંદ્રાબાબુ નાયડુ કોઇ વાંધો નહીં ઉઠાવી શકે.

ડી પુરંદેશ્વરી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સ્થાપક અને દિગ્ગજ નેતા એનટી રામારાવની પુત્રી છે. 64 વર્ષીય પુરંદેશ્વરી વર્તમાન TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુની ભાભી છે. ચંદ્રબાબુ નાયડુએ દગ્ગુબતી પુરંદેશ્વરીની બહેન નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા છે. 1996માં જ્યારે એનટી રામારાવને ઉથલાવી દેવામાં આવ્યા ત્યારે પુરંદેશ્વરીએ નાયડુને ટેકો આપ્યો હતો. આવી સ્થિતિમાં જો ભાજપ સ્પીકર માટે દગ્ગુબતી પુરંદેશ્વરીનું નામ આગળ વધારે છે તો ચંદ્રાબાબુ નાયડુ તેમના પક્ષમાં ઊભા રહેવાની શક્યતાઓ વધી જશે.

આ પણ વાંચો: યુપી કેબિનેટે 41 પ્રસ્તાવો મંજૂર કર્યા, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ!

પુરંદેશ્વરી દેવી તેમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે જેના કારણે તેમને દક્ષિણની સુષ્મા સ્વરાજ કહેવામાં આવે છે. પુરંદેશ્વરી અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ હતા. પરંતુ જ્યારે કોંગ્રેસ સરકારે આંધ્રપ્રદેશને બે રાજ્યોમાં તોડવાનો નિર્ણય કર્યો, ત્યારે તે નારાજ થઈ ગઈ અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાઈ ગઈ.
તો હવે એ જોવું રહ્યું કે ભાજપ એક કાંકરે બે પક્ષી મારે છે કે પછી…..

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત