સ્પોર્ટસ

ક્રિકેટનો બેતાજ બાદશાહ ફૅમિલી સાથે પહોંચી ગયો જગવિખ્યાત ટાવર પાસે!

પૅરિસ: ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની બે વર્ષથી ક્રિકેટને સદંતર અલવિદા કરવા માગે છે, પણ કરોડો ચાહકોનો પ્રેમ તેને નિવૃત્ત થવા નથી દેતો. 2023ની આઇપીએલમાં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી તે રિટાયર થઈ જવા માગતો હતો, પરંતુ તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યા પછી પણ ફૅન્સના પ્રેમને લીધે રમતા રહેવાનું નક્કી કર્યું હતું. 2024ની આઇપીએલ તેની કરીઅરની છેલ્લી ટૂર્નામેન્ટ હોવાનું મનાતું હતું, પરંતુ હજીયે તેણે નિવૃત્તિ લીધી નથી. ક્રિકેટ રમવાનું પૅશન તો ખરું જ, પરંતુ પરિવારને સંપૂર્ણ સમય આપવાના હેતુથી તે રિટાયર થઈ જવા માગતો હશે. આ વખતની આઇપીએલ રમ્યા પછી તે થોડા દિવસ માટે રાંચી તેના ઘરે પહોંચી ગયો હતો, પરંતુ હાલમાં ફૅમિલી સાથે ફ્રાન્સના પ્રવાસે છે.

આ પણ વાંચો: T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

ધોની, પત્ની સાક્ષી તથા નવ વર્ષની પુત્રી ઝિવાની પૅરિસના એફિલ ટાવર નજીકની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

અહીં ખાસ જણાવવાનું કે આ ફૅમિલી ફોટો ધોની-સાક્ષીની દીકરી ‘ઝિવા સિંહ ધોની’ના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરવામાં આવી છે. આ સ્ટોરી લખાઈ રહી છે ત્યાં સુધીમાં આ તસવીરને 14 લાખ જેટલી લાઇક્સ મળી હતી.

આ પણ વાંચો: Kedar Jadhav announces retirement : કેદાર જાધવે ધોનીની સ્ટાઇલમાં જાહેર કર્યું રિટાયરમેન્ટ, જાણો કેવી રીતે…

એવું બની શકે કે ધોની ઍન્ડ ફૅમિલી હાલના વેકેશનમાં યુરોપના બીજા દેશોનો પણ પ્રવાસ કરશે. ધોની 2025ની આઇપીએલમાં પણ રમે એવું તેના અસંખ્ય ચાહકોનું માનવું છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે વિરાટ કોહલીના નાનપણના કોચ રાજકુમાર શર્માએ મંતવ્યમાં ત્યાં સુધી કહ્યું છે કે બીસીસીઆઇએ રાહુલ દ્રવિડની વિદાય બાદ હવે ગૌતમ ગંભીરને કે બીજા કોઈને ટીમ-ઇન્ડિયાના હેડ-કોચ બનાવવા કરતાં એમએસ ધોનીને જ એ હોદ્દો ઑફર કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button