મોહોળે ‘કોન્ટ્રાક્ટર્સ’ ટિપ્પણી બદલ સુળેની ટીકા કરી
પુણે: પુણેના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે મંગળવારે એનસીપી શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુળે પર તેમની ટિપ્પણી બદલ વળતો પ્રહાર કર્યો હતો. સુળેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને (મોહોળને) મળેલા સ્થાનનો ફાયદો કોન્ટ્રાક્ટરોને બદલે પૂણેકરોને થવો જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે
ભૂતપૂર્વ નગરસેવક અને પુણેના મેયર મોહોળને મોદી સરકારમાં નાગરી ઉડ્ડયન અને સહકાર ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે.
સોમવારે પત્રકારો સાથે વાત કરતા બારામતીના સાંસદ સુલેએ મોહોળને કેબિનેટમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: સુપ્રિયા સુળેએ પુણેના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું: માળખાકીય સુવિધાની ઉપેક્ષા બદલ સરકારની ઝાટકણી કાઢી
અમે ખુશ છીએ કે પુણેને પ્રધાનપદ મળ્યું, પરંતુ તેનો ઉપયોગ કોન્ટ્રાક્ટરોને બદલે પુણેકરોને માટે થવો જોઈએ એવી ટિપ્પણી તેમણે અભિનંદન આપતાં કરી હતી.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં મોહોળે કહ્યું હતું કે, તાઈ (સુળે) હું તમારી નારાજગી સમજી શકું છું. મારા જેવા સામાન્ય ઘરના અને પાર્ટીના કાર્યકરને મંત્રી બનવાની તક મેળવવી સરળ નથી હોતી અને તમારા જેવા સોનાની ચમચી લઈને જન્મેલા લોકો માટે આ વાત પચાવવી થોડી અઘરી બની રહે છે.
આ પણ વાંચો: શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી કોન્ટ્રાક્ટરોનો સંબંધ છે તો આખું મહારાષ્ટ્ર જાણે છે કે તેમને કોણે પોષણ આપ્યું, કોણે તેમને મોટા બનાવ્યા અને પુણે અને મહારાષ્ટ્રના મોટા કોન્ટ્રાક્ટરોના ભાગીદાર કોણ છે. (પીટીઆઈ)