આમચી મુંબઈ

Ghodbunder Traffic Jamની સમસ્યાનો ઉકેલ આ રીતે લાવવાની સરકારની જાહેરાત

મુંબઈઃ થાણે જિલ્લામાં ગાયમુખથી ફાઉન્ટન હોટેલ જંક્શન સુધીનો ઘોડબંદર રોડ 18 મીટરથી લઈ 60 મીટર સુધી પહોળો બનાવી આઠથી 10 લેન સમાવી લેવાની દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે. મુખ્ય પ્રધાને ઘોડબંદર રોડની બંને તરફ સર્વિસ લેન ઉમેરવાની મારી દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, જેથી આગામી દિવસોમાં અહીંના ટ્રાફિક જામ (Ghodbunder Traffic Jam)ની સમસ્યામાંથી મુક્તિ મળશે.

એમએમઆરડીએ દ્વારા આ કામના અમલની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર પટ્ટો પહોળો કરવામાં આવ્યા પછી જ ઘોડબંદર રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. એટલે 4.4 કિલોમીટર લાંબા પટ્ટાને 60 મીટર પહોળો બનાવવા માટે નવી દરખાસ્ત મોકલવામાં આવી છે, એમ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.

આ પણ વાંચો : પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ

હાલ રાજ્યનો હાઇ-વે 42 મીટર પહોળો છે જેમાં કાપુરીબાવડીથી ગાયમુખ સુધીના કોરિડોરમાં છ લેન છે. જોકે, ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીના માર્ગમાં આ રસ્તો સાંકડો બની ચાર લેનનો થઈ જાય છે. પરિણામે બંને છેડે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે.

વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે થાણે તરફ જતો રસ્તો સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) હેઠળ આવતો હોવાથી કેટલીક મર્યાદા છે. અમે બીજી તરફ કઈ રીતે લેન વધારવી એની કોશિશ કરી રહ્યા છીએ જેથી ટ્રાફિકની સમસ્યા હળવી બને.
ઘોડબંદર રોડ ફ્લાયઓવર પર જરૂરી સમારકામ કરવાથી ટ્રાફિકની સમસ્યા ગંભીર બની શકે છે. જોકે, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતા ઘોડબંદર રોડ ફ્લાયઓવર પર સમારકામ અત્યંત જરૂરી છે. ચૂંટણી અને મેટ્રો બાંધકામને કારણે એ કામમાં વિલંબ થયો હતો અને જનતાએ હાડમારી ભોગવી પડી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત