તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન...
મોબાઈલ ફોન એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને દર બીજી વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે
મોબાઈલમાં રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ થાય છે અને તમામ ગેજેટ્સમાં એનો ઉપયોગ પણ થાય છે
હાથમાં પહેરેલી ઘડિયાળથી લઈને ફોન સહિતના ગેજેટ્સમાં રિર્ચાજેબલ બેટરી જોવા મળે છે
ઉનાળામાં કે પછી વધુ તાપમાન હોય એવા સમયે લેપટોપ અને ફોનની બેટરીમાં બ્લાસ્ટ થાય છે
જો તમે પણ નાની મોટી વાતોનું ધ્યાન રાખો તો તમે પણ ફોનની બેટરીની બ્લાસ્ટ થતાં રોકી શકો છો
બેટરી બ્લાસ્ટ થતાં પહેલાં મોબાઈલ ફોનમાં અમુક સંકેત જોવા મળે છે, જેના વિશે આપણે વાત કરીશું-
જો ફોન વધારે હીટ થાય છે તો આ એક વોર્નિંગ સાઈન છે કે આને કારણે તમારા ફોનમાં બ્લાસ્ટ થઈ શકે છે
ઘણી વખત ફોનની બેટરી ફૂલી જાય છે અને એને કારણે ડિસ્પ્લે પણ બહાર આવી જાય છે, આવી સ્થિતિમાં તમારે ફોન રિપેરિંગ કરવો જોઈએ
આ ઉપરાંત તમારા ફોનમાં કેમિકલ કે બળવાની વાસ આવે છે તો આ પણ બેટરી ખરાબ થવાના સંકેત છે, તરત જ તમારે ફોન બદલાવી નાખવો જોઈએ
ફોન સરખી રીતે ચાર્જ ન થવો એ પણ એક સંકેત છે કે ફોનની બેટરીમાં કંઈક લોચા છે
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે જો તમારા ફોનમાંથી લિક્વિડ લીક થાય છે તો આ સૌથી મોટી ખતરાની ઘંટડી છે કે આ ફોન જોખમી બની ગયો છે