મનોરંજન

શું ત્રીજી બેગમ લાવવાની તૈયારીમાં છે નવાબ? કેમ લાગી રહી છે સૈફ અને કરીના વચ્ચે તલાકની અટકળો?

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ્સમાંથી એક ગણાતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ઘણીવાર સાથે જોવા મળે છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ જોવા મળે છે. હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને પોતાની બિલ્ડિંગની નીચે લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા. જો કે, આ વીડિયોને લઈને સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ટ્રોલ થયા છે. આ દરમિયાન કંઈક એવું બન્યું છે કે સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે.

એક્ટર સૈફ અલી ખાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે બાદ સૈફ અલી ખાનના તેની પત્ની કરીના કપૂર ખાનથી છૂટાછેડા વિશે અટકળો શરૂ થઈ હતી. સૈફ અલી ખાન હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને કેમેરામાં કેદ થયો હતો. સૈફ અલી ખાનની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેના હાથ પરના ટેટૂ પર ધ્યાન આપ્યું હતું. સૈફ અલી ખાનનું નામ હાથ પર પહેલા તેની પત્ની કરીનાનું નામ લખેલું હતું, પરંતુ તેણે હવે ત્યાં બીજું ટેટૂ બનાવ્યું છે.

સૈફે બેબોના નામનું ટેટૂ હટાવ્યું તે જોઈને કેટલાક ચાહકોને આશ્ચર્ય થયું છે. બદલાયેલું ટેટૂ જોયા પછી લોકોએ એવી અટકળો લગાવવા માંડી છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. લોકોએ જુદી જુદી કમેન્ટ કરવા માંડી છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.’

તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘બીજા લગ્નની તૈયારીઓ.’ તો વળી અન્ય કેટલાકે લખ્યું હતું કે, ‘સૈફ ત્રીજી બેગમને લાવવાની તૈયારી કરી રહ્યો છે.’ કેટલાક નેટિઝન્સે એમ પણ લખ્યું હતું કે, ‘હાલમાં તો ટેટૂ બદલ્યું છે, થોડા દિવસો રાહ જુઓ, તેમની પત્ની પણ બદલાઈ જશે.’ એક યુઝરે લખ્યું છે કે, ‘સૈફ હેટ્રિક મારવાની તૈયારી કરી રહ્યો છે.’ આ રીતે ફેન્સ બંનેને સતત ટ્રોલ કરી રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ કપલને બે પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાન છે. કરીના પહેલા સૈફે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક દીકરી સારા અલી ખાન અને એક પુત્ર ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને અમૃતા સિંહના છૂટાછેડા થઈ ગયા છે.

સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અભિનેતાએ રાવણનું પાત્ર ભજવ્યું હતું. હવે તે તેની આગામી ફિલ્મ ‘દેવરા’માં જોવા મળશે. જેમાં જ્હાન્વી કપૂર અને જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. કરીના કપૂરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ક્રૂમાં જોવા મળી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત