T20 World Cup 2024સ્પોર્ટસ

Arshdeep Singh: આ પાકિસ્તાની ક્રિકેટરે શીખ સમુદાયનું અપમાન કર્યું! હરભજને ઝાટક્યો તો માંગી માફી

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ (IND vs PAK) મેચ હંમેશા રોમાંચક રહે છે, રવિવારે અમેરિકાના ન્યુ યોર્કના નાસાઉ કાઉન્ટીના મેદાન પર રમાયેલા T20 વર્લ્ડ કપ(T20 worldcup)ના મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ મેચ અંગેની ચર્ચા દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કામરાન અકમલ(Kamran Akmal)એ ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ(Arshdeep Singh) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યાર બાદ હરભજન સિંહ(Harbhajan Singh)એ અકમલને ઠપકો આપ્યો હતો, ત્યાર બાદ અકમલે નિવેદન અંગે માફી માંગવી પડી છે, તેણે સમગ્ર શીખ સમુદાયની માફી માંગી છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે એક ન્યૂઝ પર પેનલ ડિસ્કશન દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. અકમલે શોમાં કહ્યું, ‘કંઈ પણ થઈ શકે છે… જુઓ છેલ્લી ઓવર અર્શદીપ સિંહે કરવાની છે. એ રિધમમાં હોય એવું લાગતું નથી, તમે જાણો છો કે 12 વાગ્યા છે.’ આ પછી કામરાન હસવા લાગે છે. તેમના સાથી નિષ્ણાતો કહે છે, ‘કોઈ શીખને 12 વાગ્યે બોલના આપવો જોઈએ.’

કામરાન અકમલના આ નિવેદનની વીડિયોની ક્લિપ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ભારતના પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના સાંસદ હરભજન સિંહે પણ આ વીડિયો જોયો. વીડિયો જોયા બાદ હરભજન સિંહે કામરાન અકમલને ઝાટકણી કાઢી હતી. હરભજન સિંહે આ વીડિયોને x પર રીપોસ્ટ કર્યો અને કામરાન અકમલને ઠપકો આપ્યો.

હરભજન સિંહે લખ્યું, ‘તમારા પર ધિક્કાર છે કામરાન અકમલન, તમારું ગંદુ મોઢું ખોલતા પહેલા તમારે શીખોનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. જ્યારે તમારી માતાઓ અને બહેનોનું આક્રમણકારો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે અમે શીખોએ તેમને બચાવ્યા હતા. 12 વાગ્યાનો સમય હરરોજ થાય છે તમને શરમ આવવી જોઈએ….’

https://twitter.com/harbhajan_singh/status/1800218303010582824

આકરી ટીકા બાદ, કામરાન અકમલે જાહેરમાં ભારતીય ખેલાડીઓ અને શીખ સમુદાયની માફી માંગી છે.
કામરાન અકમલે x પર લખ્યું કે, હું મારી તાજેતરની ટિપ્પણીઓ પર ઊંડો ખેદ વ્યક્ત કરું છું અને હરભજન સિંહ અને શીખ સમુદાયની નિષ્ઠાપૂર્વક માફી માંગુ છું. મારા શબ્દો અયોગ્ય અને અપમાનજનક હતા. મને દુનિયાભરના શીખો માટે ખૂબ જ આદર છે અને મારો ઈરાદો ક્યારેય કોઈને ઠેસ પહોંચડવાનો ન હતો. હું દિલગીર છું.

કામરાન અકમલે પોસ્ટ સાથે #Respect #Apology પર હેશ ટેગ પણ લખ્યા છે.

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં ભારતે 6 રનથી જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય T20 19 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રિષભ પંતે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા.
પાકિસ્તાન એક તબક્કે જીતી જશે એવું લાગતું હતું, પાકિસ્તાનને જીત માટે 48 રનની જરૂર હતી અને 8 વિકેટ હાથમાં હતી. જસપ્રિત બુમરાહ (3/14) અને હાર્દિક પંડ્યા (2/24) ની શાનદાર બોલિંગને કારણે ભારતે ફરી મેચમાં પકડ જમાવી અને પાકિસ્તાન 20 ઓવરમાં 7 વિકેટે 113 રન જ બનાવી શકી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button