એક નોંધપાત્ર ઘટનામાં NEETના પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ કરતી અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી છે અને અને નેશનલ એલિજીબીલીટી કમ એન્ડ ટેસ્ટ (NEET-UG)2024 પરીક્ષામાં પેપર લીક થવાના આરોપો અંગે તેનો જવાબ માંગ્યો છે. કેટલાક લોકોએ પેપર લીક થવાના આરોપોને કારણે પરીક્ષા રદ્દ કરવાની અને ફરીથઈ પરીક્ષા લેવાની માગણી કરી હતી.
જોકે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી છતાં કોર્ટે વિવિધ તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાનો ઇનકાર કર્યો છે. આ અરજી ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બનેલી વેકેશન બેંચ સમક્ષ લાવવામાં આવી હતી.
Read more: NEET પરિણામની પીડીએફ જોઇને વિદ્યાર્થીઓનો રોષ ફૂટ્યો… જાણો કારણ
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ અમાનુલ્લાહે પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે પરીક્ષાની પવિત્રતા સાથે છેડા કરવામાં આવ્યા છે. તેથી અમારે આ મામલે જવાબ માંગવાની જરૂર પડી છે. ન્યાયમૂર્તિ વિક્રમનાથે આ મામલે નોટિસ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, કોર્ટે જણાવ્યું હતું કે અમે કાઉન્સિલિંગ પ્રક્રિયાને અટકાવી રહ્યા નથી, કાઉન્સેલિંગ ચાલુ રહેશે. કોર્ટે આ મામલામાં કહ્યું હતું કે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.