આપણું ગુજરાત

ક્યારે મળશે બફારાથી છૂટકારો? ગુજરાતમાં પણ વરસાદ આવું આવું કરે છે પણ…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસતારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમા આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી થશે તેવી આગાહી તો કરી છે, પરંતુ હાલમાં વાતાવરણમાં ગરમી અને બફારો વધી જતા જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થઈ છે.

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતાં દર્શાવામાં આવી છે. હવામાન વિભાગે આગામી છ દિવસમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થશે તેમ જણાવ્યુ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ વચ્ચે પણ તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે.

Read more: સૌરાષ્ટ્રમાં મેઘમહેર: મેઘરાજાના આગમનથી વાવણીનું ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાશે

રાજ્યમાં સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ તથા દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા દર્શવામાં આવી છે.

Read more: વરસાદ પહેલા વરસાદી આફતઃ વડોદરા-ભરૂચમાં ચારના મોત

આ ઉપરાંત રાજ્યમાં 12મી અને 13મી જુનએ છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થઇ શકે છે. જેમાં 12મી જૂનના વરસાદના મેપ પ્રમાણે, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 13મી જૂનને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button