ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪સ્પેશિયલ ફિચર્સ

દૂધ બાદ દહીં પણ મોંઘુંઃ મોંઘવારી ખટાખટ…ખટાખટ…ખટાખટ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ સામાન્ય લોકો પર મોંઘવારીનો માર ઝીકાઈ રહ્યો છે. તાજેતરમા અમુલ દૂધમા પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંના જુદા જુતા પેકિંગમાં રૂપિયા 1થી 10 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે હવે દહીંનો સ્વાદ પણ દુર્લભ બનશે. અમુલ મસ્તી દહીં ૨૦૦ ગ્રામ જૂનો ભાવ રૂ. ૧૮, નવો ભાવ રૂ. ૧૯ કરવામાં આવ્યો છે આવી જ રીતે અમુલ મસ્તી દહીં ૪૦૦ ગ્રામ જૂનો ભાવ રૂ. ૩૪ નવો ભાવ રૂ. ૩૫, અમુલ મસ્તી દહીં એક કિલો જૂનો ભાવ રૂ. ૭૨ નવો ભાવ રૂ. ૭૫, અમુલ મસ્તી દહીં એક કિલો બકેટ જૂનો ભાવ રૂ. ૧૦૦ નવો ભાવ રૂ. ૧૧૦ કરવામાં આવ્યો છે. દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો એ ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. કારણ કે, એક જ મહિનામાં દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાતા ગૃહિણીઓનું ઘરનુ બજેટ બગડી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ 2જી જૂનના રવિવાર રોજ મોડી સાંજે અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમૂલ દૂધના વિવિધ પ્રકારોના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ફેડરેશને જણાવ્યું હતું કે તેણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય સમગ્ર કામગીરીની કિંમત અને દૂધ ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે લીધો હતો. આ વધારો 3જી જૂન સોમવારથી અમલમાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button