ગુજરાતમાં અચાનક 4 IAS અધિકારીની કરી નાખી બદલી, શું છે સિક્રેટ?
ગાંધીનગર: દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણી બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે અને બીજી તરફ વરસાદનો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આવા સમયે ગુજરાતમાં અધિકારીઓની બદલીનો પવન પણ ફુકાયો છે. આજે ગુજરાતના ચાર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ જતાં આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે ગુજરાતના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં અમદાવાદ મહાનગરપાલિકાની નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રિતેશ રાવલની અમદાવાદ મનપામાં ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તો સાથે જ એ. કે. ઓરંગાબાદકરની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે તેમજ બી સી પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાંથી બદલી કરવામાં આવી છે. હાલ બીસીપ પરમાર ની અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરવામાં આવી છે અને મહેશ જાનીની રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે.