મરણ નોંધ

હિન્દુ મરણ

દશા મેવાડા વણિક
મહેમદાવાદ નિવાસી (હાલ મલાડ) શ્રી કિશોર મધુસુદન પરીખ તથા શ્રીમતી માધવી કિશોર પરીખનાં સુપુત્રી કુમારી શ્રધ્ધા (ઉં. વ. 37) તે શ્રુતિની બહેન. તે સ્વ. મધુસુદન મગનલાલ પરીખ તથા સ્વ. સુમનબેનના પૌત્રી તથા સ્વ. ઘનશ્યામભાઈ હીરાલાલ પારેખ તથા સ્વ. સુભદ્રાબેનના દોહિત્રી 9-6-24ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી લોહાણા
નરભેરામ વીરજી પવાણી (ઉં. વ. 87) તા.6-6-24ના ગામ ગુધરાના રામશરણ પામ્યા છે. તે સ્વ. દમયંતિબેનના પતિ. સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. મુલજીભાઇ, સ્વ. છગનભાઇ, સ્વ. હરીરામભાઇના નાનાભાઇ. સ્વ. ખીમજી નરશી લખપતીયાના જમાઇ. રાજેશ, સ્વ. ભાવેશ, સ્વ. પ્રીતીના પિતા. તથા નયનાના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. વેગાસ હિલરીલ એન. એચ.-8, 10 નાકા શાંલેટ રીસોટ રોડ, મનોર-મહારાષ્ટ્ર-401403.
લુહાર સુથાર
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. નીતિન પરમાર (ઉં. વ. 57) તે સ્વ. પ્રભાબેન ગોકળદાસ પરમારના પુત્ર. કાશમીરાબેનના પતિ. માનવ તથા વૈભવના પિતાશ્રી. અંક્તાિના સસરા. રસીલાબેન હરસોરાના ભાઇ. સ્વ. હસમુખભાઇ દલ્લીના જમાઇ. તા. 9-6-24ના રવિવારે અક્ષરનિવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
હાલાઈ લોહાણા
હેમંતી રાકેશ કોટક (ઉં. વ. 55) બેલા (આમરણ) ગામ નિવાસી હાલ બોરીવલી તે સ્વ. દમયંતીબેન કાંતિલાલ કોટકના પુત્રવધૂ. સ્નેહ અને પૂજાના માતુશ્રી. રશ્મીકાંત કોટક, ઊર્મિલા સુરેશ ઠક્કર, ભારતી અનિલ ઠક્કર, પ્રતિમા દિલીપ ભાટેના ભાભી. લલીતાબેન પ્રવીણચંદ્ર શાહનાં પુત્રી. કાશ્મીરા, કેતન અને બીના યજ્ઞેશ શાહનાં બહેન. તા. 8 જૂનનાં શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11 જૂને હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલા માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) 5 થી 7.
કપોળ
સાવર કુંડલા વાળા (હાલ કાંદિવલી) ગં.સ્વ.ચંદ્રિકાબેન લક્ષ્મીદાસ અમૃતલાલ કાણકીયા (ઉં. વ. 93) તા. 9-6-2024ના શ્રીજીચરણ પામ્યા છે. અ.સૌ હેમા બીપીન તથા અ.સૌ રેખા અશોક તથા અ.સૌ ભારતી જીતેન્દ્ર મહેતાના માતુશ્રી. પિયરપક્ષે અમરેલીવાળા મંછાબેન ભાઈલાલભાઈ ચિતલિયાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ કાંદિવલી સ્વ.અમૃતલાલ કેસુરદાસ મોદીના પત્ની ગં.સ્વ.તારાબેન (ઉં. વ. 88) શનિવાર તા. 8/6/2024ના શ્રીજીચરણ પામેલ છે. વાંસીયાળીવાળા સ્વ.મગનલાલ પરમાણંદદાસ ચિતલીયાની દીકરી. ભરત – મમતા, સંજય – પ્રીતિ, ગીતા હર્ષદરાય, જ્યોતિ અશોકના માતૃશ્રી. એકતા મિહિર, ચાંદની કૌશલ, કાંચી, ખુશી, કેવલ – પાયલ, પૂજા, રાધા અંબરીશના દાદી – નાની. વસંતરાય, ગંગાદાસભાઈ, રમેશભાઈ, કુમુદબેન, નિર્મળાબેન, હેમલતાબેનના ભાભી. પ્રાર્થનાસભા તા. 13/6/2024ના ગુરુવારે 5 થી 7. ઠે. હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ , અતુલ ટાવરની પાસે , કાંદિવલી (વેસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
મૂળ વતન કુંઠડા હાલ બોરિવલી સ્વ.શાન્તાબેન નંદલાલ ભુતાના પુત્ર ભરત, (ઉં. વ. 63) તે સોનલના પતિ. ફોરમ અને જીલના પિતા. મિહિર અને નિમેષના સસરા. સિઆરા અને કાયરાના નાના. સ્વ.જયાબેન રતિલાલ મોદીના જમાઈ તા. 8-6-2024ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-6-2024ના મંગળવારે લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સટેંશન રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી-વેસ્ટ, 5 થી 7 . લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button