ડુમ્મસ જમીન કૌભાંડ પર સરકારની કડક કાર્યવાહી- વલસાડ કલેકટરને કર્યા સસ્પેન્ડ
સુરત: સુરતના ડુમસમાં સરકારી જમીન ખોટી રીતે કોઈ અન્ય ખાનગી વ્યક્તિના નામે ચડાવીને આશરે 2000 કરોડ રૂપિયાનું જમીન આચરવાના મામલે વલસાડના કલેકટરને સસ્પેન્ડ (valsad collector)કરવામાં આવ્યા છે. IAS અધિકારી આયુષ ઓક (Ayush Oak)જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે આ જમીન વેચીને રાજ્યના મહેસુલ વિભાગને નુકસાન પહોંચાડવા બદલ રાજ્ય સરકાર દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સરકારના આ પગલાં પર કલેકટર કક્ષાના અધિકારીઓ પણ અચંબિત રહી ગયાં છે.
જોકે હાલમાં જ લોકસભાની ચૂંટણીઓની કામગીરીને લઈને આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેના લીધે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે બદલી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના કલેક્ટર આયુષ ઓક કોકને આ જમીન કૌભાંડ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ વલસાડના ADM અનસુયા જહાને કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ જમીન કૌભાંડ કેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ચૌધરીએ કરેલી ફરિયાદ બાદ તપાસ વખતે ખુલ્યો હતો. આબાદ રાજ્ય સરકારે જમા તપાસ કર્યા બાદ આજે સાંજે અચાનક જ સસ્પેન્ડનો ઓર્ડર આપતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા મહેસુલ અધિકારીને હોય છે. જમીનમાં નામ દાખલ કરતા પૂર્વે અધિકારીએ કારણદર્શક નોટિસ પણ ઇસ્યુ કરવાની હોઇ છે પરંતુ આ કેસમાં તેમને તે પણ ન કર્યુ હોવાનું સામે આવ્યું છે. તો કે ધારા ધોરણ મુજબના પુરાવાઓ લીધા વિના જ ગણોતિયાના નામે સર્વે નંબર 311-3ની જમીન ચઢાવી દેવામાં આવી હતી. જો કોઈ વ્યક્તિ અન્યની જમીન ખેડીને ખેતી કરતો હોય તો તેમને ગણોતિયો ગણવામાં આવે છે, પરંતુ સરકારી જમીન ખેડીને ખેતી કરવામાં આવે તો તેને ગણોતિયો ગણવાનો ગણોતધારાની કલમ 4માં ઉલ્લેખ નથી. આમ અહીં ઘણો ધારાની કલમનો પણ ભંગ કરી ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી છે.