તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
દેખાવમાં કોથમીર જેવી લાગતી આ વસ્તુની ઓળખાણ પડી? કોથમીરની અવેજીમાં એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં સ્વાદ ઉમેરવા કે સજાવટ માટે થાય છે.
અ) લેટસ બ) પાર્સલી ક) બ્રોકલી ડ) સોરેલ

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
લાંઘણ CLOVE
લવણ GARLIC
લસણ FAST
લવિંગ LAC
લાખ SALT

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય’ પંક્તિમાં કુસુમ શબ્દનો અર્થ જણાવો.
અ) કુમારી બ) સુંદર ક) ફૂલ ડ) પવન

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ GEOMATICS ENGINEERING અભ્યાસ સાથે સંકળાયેલી હોય એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) ભૂગોળ બ) પૃથ્વીનો સર્વે ક) ભૂમિતિ ડ) ખેતી આકલન

માતૃભાષાની મહેક
જડીબુટ્ટી એટલે ચમત્કારિક ગુણવાળી ઔષધિ કે રામબાણ ઔષધિ. ઔષધિનાં મૂળિયાં ખાંડીને અથવા વૈદ્યકમાં પ્રમાણે જરૂરી ક્રિયા કરીને બનાવેલું અસરકારક ઓસડ. જડીબુટ્ટી સુંઘાડવી એટલે અસરકારક દવાનો પ્રયોગ કરવો. કોઇ જાણે નહિ તેમ અમુક સમજ આપી સામો માણસ ધારેલી બાબત જ પસંદ કરે એમ કરવું, અમુક મતવાળું બનાવી દેવું.

ઈર્શાદ
આંસુ આપે છે, બધા સંબંધમાં,
કેટલો છું માતબર, કલ્પી તો જો.
— ચિનુ મોદી

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
7, 14, 28, 56, ——–
અ) 74 બ) 88
ક) 101 ડ) 112

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
મરચું CAPSICUM
કોફી CAPPUCCINO
ગાજર CARROT
કપૂર CAMPHOR
નેતર CANE

માઈન્ડ ગેમ
66
ઓળખાણ પડી?
કસાવા
ગુજરાત મોરી મોરી રે
ગંધ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
જ્યોતિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button