રક્તદાનની સાથે જરૂરી છે ઉમેરાય કેટલાક આકર્ષક પુરસ્કારો
આરોગ્ય – રેખા દેશરાજ
જો કોઈ વ્યક્તિ દર વર્ષે ચાર વખત રક્તદાન કરે છે, તો તે ઓછામાં ઓછા ચાર લોકોના જીવ બચાવે છે. જો કોઈ રક્તદાતા વર્ષમાં ચાર વખત રક્તદાન કરે તો તે ઓછામાં ઓછા 16 થી 20 લોકોને જીવનદાન આપે છે. વિશ્વનું સૌથી મોટું દાન એ જીવનદાન છે અને જીવનદાન એ રક્તદાન દ્વારા પણ સંભવ છે. રક્તદાન મહત્ત્વપૂર્ણ છે કારણ કે સમયસર રક્ત ન મળવાને કારણે ભારતમાં દર વર્ષે 15 લાખ લોકો મૃત્યુ પામે છે.
જોકે રક્તદાન ભારતમાં છેલ્લી સદીથી થઈ રહ્યું છે, પરંતુ આજે પણ અહીં રક્તદાન અંગે પૂરતી જાગરૂકતા નથી. 1000માંથી માત્ર 8 લોકો જ એવા છે જેઓ સ્વેચ્છાએ રક્તદાન કરે છે. થોડાં વર્ષો પહેલા સુધી, 56 ટકાથી વધુ લોકો એવા હતા જેમણે તેમના જીવનમાં એકવાર પણ રક્તદાન કર્યું ન હતું અને લગભગ 30 થી 35 ટકા લોકો એવા પણ હતા કે જેઓ કોઈપણ કિમતે રક્તદાન કરવા માગતા ન હતા, કારણ કે
રક્તદાનને લઈને તેમના મગજમાં અનેક ગેરમાન્યતાઓ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, દર વર્ષે વિશ્વભરમાંથી 11,74,000,00 યુનિટ રક્તદાન દ્વારા એકત્ર કરવામાં આવે છે, તેમ છતાં વિશ્વમાં હજી પણ હજારો નહીં, લાખો લોકો છે, જે દરરોજ સમય પર રક્ત ન મળવાને કારણે મૃત્યુ પામે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે રક્તદાન કેટલું મહત્ત્વનું છે. જો કે, રક્તદાન કરવાના ફાયદા પણ છે.
નિયમિત રક્તદાન કરવાથી કૅન્સર સહિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે. રક્તદાન કરવાથી આપણા શરીરનું વજન, બ્લડપ્રેશર, હિમોગ્લોબિન, મલેરિયા, એચબીએસએજી, એચસીવી અને વીડીઆરએલ જેવા ટેસ્ટ થઈ જાય છે, પરંતુ આપણામાંથી મોટાભાગના ભારતીયો રક્તદાનનું મહત્ત્વ જાણતા નથી, તેઓ રક્તદાનનું મહત્ત્વ તે દિવસે જ સમજે છે જ્યારે તેમની નજીકની કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય અને તેનો જીવ બચાવવા માટે રક્તદાનની જરૂર હોય.
પરંતુ જો ભારતમાં લોકો રક્તદાન પ્રત્યે ઉદાસીન હોય, તો તે માત્ર લોકોની અજ્ઞાનતા નથી. ભારતીય સમાજનો પરસ્પરનો વ્યવહાર અને રક્તદાતાઓને કોઈપણ પ્રકારના પ્રોત્સાહનનો અભાવ પણ રક્તદાનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ રક્તદાન સંદર્ભે એક સકારાત્મક અને લાભદાયી યોજના ચલાવવી જોઈએ કે જે પણ વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ સમજીને રક્તદાન કરવા માટે આગળ આવે છે, તો આવા રક્તદાતાઓને માત્ર સરકાર અને કેટલાક અન્ય એનજીઓ દ્વારા માત્ર સન્માનિત કરવા ઉપરાંત કેટલીક કાયમી સુવિધાઓ અને સગવડતાઓ પણ આપવી જોઈએ જેનાથી આકર્ષાઇને એવા લોકો પણ રક્તદાન કરવા તૈયાર થાય, જે સમાજના કલ્યાણ માટે આમ ન કરવા માગતા હોય, પરંતુ રક્તદાન કરવાથી મળતા પ્રોત્સાહક લાભોને કારણે તેઓ આમ કરવા
માગે.
જો સરકાર ઈચ્છે તો રક્તદાતાઓને આપવામાં આવતી તમામ સુવિધાઓમાં તેમને પ્રાથમિકતા આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ વર્ષમાં ઓછામાં ઓછું બે વાર રક્તદાન કર્યું હોય, તો ભારત સરકારે આવી વ્યક્તિ માટે આખા વર્ષ માટે સ્લીપર ક્લાસની રેલવે ટિકિટનું ભાડું ઘટાડીને અડધું કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો દિલ્હીથી મુંબઈનું ભાડું રૂ. 1000 હોય, તો રક્તદાન કરનાર વ્યક્તિને એક વાર 50 ટકા ડિસ્કાઉન્ટ મળે અને જો તે આખા વર્ષમાં ગમે ત્યારે ટિકિટ ખરીદે, તો તેને ક્નફર્મ ટિકિટ જ મળવી જોઈએ કે છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછી બે વાર રક્તદાન કરનાર વ્યક્તિને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં રૂ. 50,000 સુધીની સારવારની છૂટ હોવી જોઈએ અને આ સુવિધા માત્ર એક જ વાર અથવા રૂ. 50,000 ખર્ચ થાય ત્યાં સુધી આપવી જોઈએ.
દર વર્ષે જે વ્યક્તિ રક્તદાન કરે છે તેને એક કાર્ડ આપવું જોઈએ અને તે કાર્ડની મદદથી તેને અનેક પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ. ઉદાહરણ તરીકે, હોસ્પિટલોમાં તેનું રજિસ્ટે્રશન લાઈનમાં ઊભા રહ્યા વગર થવું જોઈએ. રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે, ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ આપી શકાય છે, જે એટલું પણ વધુ ન હોવું જોઈએ કે લોકો તેમના શરીરની કાળજી ન રાખતા રક્તદાન કરવા ઉત્સુક થાય.
સામાન્ય રીતે બજારમાં લોહીના એક યુનિટની કિમત 8000 રૂ. થી લઈને બ્લડ બેંકો અને હોસ્પિટલો રૂ. 10,000 સુધી કંઈપણ ચાર્જ કરી શકે છે અને ગરીબ દર્દી ઈચ્છે તો પણ લોહી ખરીદી શકતા નથી, કારણ કે લોહી મોંઘું હોય છે, પરંતુ ભારતમાં, જ્યાં કરોડો લોકો આજે પણ પોતાનું ભરણપોષણ નથી કરી શકતા, જો આવા સ્વસ્થ લોકોને વર્ષમાં બે વાર તેમના દાનમાં આપેલા રક્તની અડધી કિમત આપવામાં આવે તો માત્ર સ્વસ્થ લોકો જ આ તરફ પ્રેરિત થશે અને આ થોડા પૈસાથી ઘણા ગરીબ લોકોની સમસ્યા પણ હલ થઈ શકશે. તેથી જ્યારે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આવી વ્યવસ્થા પણ કરવી
જોઈએ.
કારણ કે માત્ર રક્ત લેનાર વ્યક્તિ જ મજબૂર નથી હોતી, ઘણીવાર રક્તદાન કરનાર વ્યક્તિ પણ તેની જાળમાં ફસાઈ જાય છે. તેથી, રક્તદાનને સંપૂર્ણ નૈતિક જવાબદારી સમજવાને બદલે, જો તેમાં કેટલાક પ્રોત્સાહનો ઉમેરવામાં આવે, તો દેશના ઘણા લોકોના જીવન તો બચાવી શકાશે સાથે ઘણા લોકોના જીવનમાં થોડું સુખ પણ લાવી શકાશે.ઉ