તરોતાઝા

આ સપ્તાહમાં `મિથુન સંક્રાંતિ’ પ્રારંભ થવાથી ચામડીના દર્દો વકરે

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતા
સૂર્ય વૃષભ રાશિ,તા.15 મિથુન રાશિમાં પ્રવેશ
મંગળ મેષ રાશિ(સ્વગૃહી)
બુધ વૃષભ રાશિ, તા.14 મિથુન રાશિમાં પ્રવેશ
ગુ વૃષભ રાશિ માં(પૃથ્વી તત્ત્વ)
શુક્ર વૃષભ રાશિ,તા.12 મિથુન રાશિમાં પ્રવેશ
શનિ – કુંભ(સ્વગૃહી)રાશિ તા.12મિથુન રાશિમાં પ્રવેશ
રાહુ મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ

આ સપ્તાહમાં સૂર્ય,બુધ,શુક્ર ગ્રહોરાશિ પરિવર્તન કરશે.તા.15 થી `મિથુન સંક્રાંતિ’પ્રારંભ થવાથી ચામડીના દર્દો વકરે. ચેપી રોગ,વારસાગત કે જૂના હઠીલા રોગથી પીડિત દર્દીઓ વિશેષ સંભાળવું. સપ્તાહના અંતે ગુપ્ત રોગથી પીડિત દર્દીઓ વિશેષ સંભાળવું. ખાટા,તીખા તેમજ વાસી ખોરાક સાથે વધુ પડતા ઠંડાં પીણાં પીવા નહીં.

(1)મેષ રાશિ (અ,લ,ઇ) :-પગના તળિયામાં ચીરા પડી શકે. નેત્ર પીડા સંભવ. નિત્ય પૂજા સાથે દેવાધિદેવ મહાદેવજીના દર્શન કરશો.

(2)વૃષભ રાશિ(બ,વ,ઉ):- ખભા પર વજન આવવાથી તાવ ચડી શકે. કબજિયાતની ફરિયાદ યથાવત રહે. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો તેમજ પ્રસાદ અર્પણ કરશો. બજા ખાનપાન બંધ કરશો.

(3)મિથુન રાશિ(ક,છ,ઘ):- સપ્તાહના શરૂઆતથી ઠંડી ચડી શકે.રાત્રિના સમયે પેટ ચૂંથાતુ જણાતું હોવાથી તાત્કાલિક સારવાર લેવી પડે. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરશો. હનુમાન ચાલીસા પઠન કરશો.

(4)કર્ક (હ,ડ):- યુરિન કે બ્લડ પ્રેશરની તકલીફ જણાય. રાત્રિના સમયે ભયાનક સ્વપ્ન આવવાથી તાવ આવી શકે.ગરીબો વચ્ચે છાશ વિતરણ કરશો. મધ્ય રાત્રિના સમયે ચંદ્ર દર્શન કરશો.

(5)સિંહ (મ,ટ):- બી.પી.ની તકલીફ હોય તો સાધારણ ન ગણવી.સપ્તાહના અંતે વાહન અકસ્માત સંભવ.નિત્ય સૂર્ય નમસ્કાર કરશો.આદિત્ય કવચ પઠન કરશો.

(6)ક્નયા (પ,ઠ,ણ):-કમર પર સૂઝન આવી શકે.વાઈરલ ઇન્ફેક્શન સંભવ.શક્ય હોય તો આનંદનો ગરબો કરશો. જૂના બૂટ ચંપલનું દાન કરશો.

(7)તુલા રાશિ (ર,ત):-વારંવાર તાવ ચડ-ઊતર સંભવ. ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી આવશ્યક. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ પૂજન સાથે તુલસી ક્યારે દીપ પ્રાગટ્ય કરશો.

(8)વૃશ્ચિક રાશિ (ન,ય):- થાપાના ભાગે સૂઝન જણાય. હરસ,મસા પીડિત દર્દીઓ વિશેષ પરેજી ખાવા પીવામાં રાખવી. કુલદેવીની તસવીર પાસે ધૂપ દીપ કરશો. નવચંડીના પાઠ કરશો.

(9)ધન રાશિ(ભ,ધ,ફ,ઢ):- આ સપ્તાહ સાનુકૂળ રહેશે.ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ સંભાળવું. ગુરુવાર નું એકટાણું કરશો. ગુરુ મંત્રના જાપ કરશો.

(10)મકર રાશિ (ખ,જ):- વાસી અને વધુ પડતા આહાર-વિહાર કરવાથી શારીરિક કષ્ટ પડે. કૂતરું કરડવાની શક્યતાઓ. નિત્ય ઉપાસનામાં હનુમાનજીને તેલનો દીપક સવાર-સાંજ કરશો. જૂની ચીજવસ્તુઓ ગરીબો વચ્ચે વહેંચશો.

(11)કુંભ રાશિ (ગ,સ,શ):- પગના ઘૂંટણ પર વાગી શકે. ગેસ ચડવાની શક્યતાઓ.પશુ પંખીઓને નિત્ય ચણ નાખવું.ગરીબોમા કાચી ખીચડી
વહેંચશો.

(12)મીન રાશિ(દ,ચ,ઝ,થ):- જૂની બીમારીઓ સાથે ગેસ ચડવાની ફરિયાદ વધે.ડાબા હાથ પર વાગવાની શક્યતાઓ. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે ગુરુદેવ મંત્ર કરશો. નિત્ય ઇષ્ટ ઉપાસના સાથે કાળભૈરવ ચાલીસા કરવી.

યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય એકંદરે મધ્યમ બની રહેશે.દરેક રાશિના જાતકોએ આરોગ્ય દાતા સૂર્ય શુદ્ધ જળનો અર્ધ્ય અવશ્ય આપશો. આદિત્યનારાયણ સ્તોત્રનું પઠન કરશો. નિત્ય શુદ્ધ ઘી નો દીપ તુલસી ક્યારે સાંજે પ્રગટાવવાનું ભૂલશો નહીં.પોતાની યથાશક્તિ મુજબ ગરીબ ગુરબાને અવશ્ય મદદ કરશો. બગડતા આરોગ્યમાં સુધારો જોવા
મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button