તરોતાઝા

ઊંઘ

વિશેષ – સ્મૃતિ શાહ-મહેતા

ઊંઘ એક જરૂરિયાત
પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે,
દેહ નિભાવ માટે જેટલું પ્રયોજન આહારનું છે તેટલું જ પ્રગાઢ નિદ્રાનું મનાયું છે.
ભગવાને દિવસને કર્મ કરવા માટે અને રાત્રિને આરામ માટે બનાવી છે. પરંતુ આજના ઝડપી ઉદ્યોગીકરણના યુગમાં આપણને સૂવા માટે પર્યાપ્ત સમય આપવો બિનજરૂરી લાગે છે. આપણા મનમાં સતત એક જ વાત હોય છે – `મારી પાસે સમય નથી.’ અને જેમ જેમ આવી માનસિકતા વધતી જાય છે, તેમ તેમ આપણે સૂવાના સમય પર કાપ મૂકતા જઈએ છીએ. આજના યુગની એક મોટી કુટેવ એ છે કે, આપણે દિવસે કામ કરવાનું ઓછું પસંદ કરીએ છીએ અને રાત્રે મોડે સુધી જાગીને કામ કરવામાં જ રસ ધરાવીએ છીએ.
પરંતુ આપણે દિવસે જે કાંઈ પણ કરીએ છીએ તે રાત્રિની ઊંઘના આધારે જ કરી શકીએ છીએ. પ્રત્યેક વ્યક્તિની ઉંમરના આધારે તેની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે. તેની વિગત નીચે મુજબ છે.
ઉંમર (વર્ષ) ઊંઘની જરૂરિયાત (કલાક)
1 વર્ષ સુધી (Newborn) 16-18
2-7 (Infant)14-16
8-18 (Adolescent) 8-9
19-40 (Youth) 7:00-7:30
41-65 (Adult) 6:30-7:00
66+ (Old )age 6:30
આ રીતે દરેક વ્યક્તિએ પોતાની ઉંમર તથા જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લેવી જોઈએ, અને જો ઉપર દર્શાવેલ સમયથી વધારે ઊંઘવાની ટેવ પડે તો તે સ્વાસ્થ્યને હાનિકારક થાય છે. માનસિક શ્રમ કરનારાઓને થોડી વધારે માત્રામાં ઊંઘની જરૂર હોય છે. વળી, આપણે કઈ દિશામાં ઊંઘીએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર કરે છે.
સૂવા માટે શ્રેષ્ઠ દિશા કઈ ?
પૃથ્વીમાં બહુ મોટી ગુરુત્વાકર્ષણ શક્તિ રહેલી છે. તે શક્તિને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. તેવી જ રીતે માનવશરીરની અંદર પણ ગુરુત્વાકર્ષણશક્તિ હોય છે. આપણું માથું તે ઉત્તર ધ્રુવ હોય છે અને પગ દક્ષિણ ધ્રુવ હોય છે. તેથી જ્યારે આપણે અલગ-અલગ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે તેની આપણા શરીર અને મન ઉપર અલગ-અલગ અસર થાય છે. તેની વિગત નીચે આપેલ છે.
ઉત્તર દિશા (North Direction)
જ્યારે આપણું માથું ઉત્તર દિશામાં હોય છે ત્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આપણા શરીરનો ઉત્તર ધ્રુવ એક દિશામાં થઈ જાય છે. તેથી નીચે મુજબની અસર થાય છે.
શરીરમાં પ્રતિકર્ષણબળ ઉત્પન્ન થાય છે ી શરીરના હૃદય વગેરે અંગો સંકુચિતતા અનુભવે છે ી બ્લડપ્રેશર વધે છે, ઊંઘસંબંધી રોગ વધે છે, તમોગુણી (ભય, હિંસા, ક્રોધ વગેરેને લગતાં) સ્વપ્નાઓ આવવાની સંભાવના વધે છે. માટે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું નુકસાનકારક છે.
દક્ષિણ દિશા (South Direction)
જ્યારે આપણું માથું દક્ષિણ દિશામાં હોય છે ત્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આપણા શરીરનો દક્ષિણ ધ્રુવ એક દિશામાં થઈ જાય છે. તેથી નીચે મુજબની અસર થાય છે.
શરીરમાં આકર્ષણબળ (Force of Attraction) ઉત્પન્ન થાય છે- શરીરના અંગોમાં ખેંચવા (Relaxation) આવે છે-શરીરમાં આરામ અનુભવાય છે- બ્લડપ્રેશર નોર્મલ રહે છે- ઊંઘ સારી આવે છે, પરંતુ રજોગુણી સ્વપ્નાઓ આવવાની સંભાવના વધે છે. માટે દક્ષિણ દિશા ઊંઘ માટે સારી છે, પરંતુ જે લોકો બ્રહ્મચર્ય (ઈયહશબફભુ)નું પાલન કરતા હોય તેમના માટે સારી નથી.
પૂર્વ દિશા (East Direction)
શરીર પ્રતિકર્ષણ કે આકર્ષણના બળથી ન્યુટ્રલ રહે છે-બ્લડપ્રેશર વગેરે શરીરની અવસ્થા નોર્મલ રહે છે ી ઊંઘ ગહેરી અને રજોગુણ-તમોગુણની અસર ઓછી આવે છે ી માટે પૂર્વ દિશા ઊંઘ અને બ્રહ્મચર્યના પાલન માટે ખૂબ જ ફાયદાકારક છે.
પશ્ચિમ દિશા (West Direction)
આયુર્વેદ આ દિશા બાબતે મૌન છે. વૈજ્ઞાનિકોએ આ દિશા અંગે હજી પૂરું સંશોધન કર્યું નથી. માટે દક્ષિણ અને પૂર્વ દિશા ઊંઘ માટે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
અનિદ્રાનાં કારણો ?
આજે ઘણા લોકોને નાની ઉંમરમાં જ ઊંઘની અનેક સમસ્યાઓ થતી હોય છે. આજે વિશ્વમાં 65% યુવા અવસ્થાવાળા અને 72% વડીલો અનિદ્રાથી પીડાય છે. મોટા ભાગે વ્યક્તિ પોતે જ આવી સમસ્યાઓ ઊભી કરવામાં જવાબદાર હોય છે. જો આ વિશે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યાઓ જ બીમારીમાં પરિણમી જાય છે અને લાંબા સમયે બીજી અનેક બીમારીઓનું કારણ બને છે. અહીંયા આવી અમુક સમસ્યાઓ વિશે ચર્ચા કરેલ છે.
સૂવા માટે ખોટી જરૂરિયાતોની અપેક્ષા
આજે વ્યક્તિનું જીવન આરામદાયક બનાવવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેથી વ્યક્તિને તે સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પણ વધતી જાય છે. જેમ કે, સૂવા માટે સારો મોટો પલંગ, મનગમતું ઓશીકું, અવાજ-લાઈટ વગરની રૂમ, ઉનાળામાં અ.ઈ. વગેરે… જ્યાં સુધી વ્યક્તિએ સૂવા માટે મનમાં નક્કી કરેલ આવી સુવિધાઓ પૂરી ન થાય ત્યાં સુધી મન શરીરને ઊંઘ લાવવામાં મોટું બાધક બને છે. માટે ખૂબ જ પ્રસન્નતાથી અને બિનજરૂરી જરૂરિયાતો ઊભી કર્યા વગર સૂવાની ટેવ પાડવી જોઈએ.
વિચારોની આયોજનશક્તિનો અભાવ
સામાન્ય રીતે દરેક માણસને રોજના આશરે 70,000 વિચારો આવતા હોય છે. વ્યક્તિ દિવસ દરમ્યાન કામ-ધંધાના જે વિચારો કરતો હોય છે, તેના તે જ વિચારો રાત્રે
સૂતી વખતે પણ કરીને મોડે સુધી જાગતો રહે છે, પરંતુ આ રીત તદ્દન ખોટી છે. લોકો રાત્રે પણ જેટલા વિચારો કરતા હોય છે કે, તે વિચારો તેમને ઘાટી ઊંઘ લાવવામાં બાધક બનતા હોય છે અને પરિણામ સ્વરૂપે બીજો દિવસ પણ ખૂબ જ શુષ્કપણે વિતાવવો પડતો હોય છે. તેથી જે કામ દિવસ દરમ્યાન એક કલાકમાં સહેલાઈથી થઈ શકે તેવું હોય તેની પાછળ વ્યક્તિને ચાર થી પાંચ કલાક બગાડવા પડતા હોય છે.
માટે રાત્રિના સમયે મગજને બોજ પડે એવા વિચારોનો હંમેશાં ત્યાગ કરવો જોઈએ અને ખરેખર સુખમય ઊંઘ લેવી હોય તો આ સમયમાં ધ્યાન-ભજન અથવા તો પરિવાર સાથે હળવી પળો વિતાવવી ફાયદાકારક છે. માટે આપણા વિચારો જ આપણી ઊંઘની અનિયમિતતાનું કારણ છે. તેથી ક્યારે અને કેટલા પ્રમાણમાં વિચારો કરવા, તેનું મેનેજમેન્ટ અવશ્ય શીખવું જોઈએ.
અનિયમિત જીવનશૈલી
આજના સમયમાં રાત્રે મોડે સુધી જાગીને કામ કરવામાં જ લોકો આનંદ અનુભવતા હોય છે. પરંતુ ઊંઘની ગુણવત્તા મેલેટોનિન (ખયહફજ્ઞિંક્ષશક્ષ) હોર્મોન સાથે જોડાયેલી છે અને તે હોર્મોન રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધી વધુ સક્રિય હોય છે. તેથી તે સમયની ઊંઘ શરીર માટે વધુ ફાયદાકારક હોય છે. એક જ વ્યક્તિએ રાત્રે સરખા કલાકોની અલગ અલગ સમયે લીધેલી ઊંઘ શરીરમાં તદ્દન અલગ અલગ અસર કરતી હોય છે. તેની વિગત નીચે દર્શાવેલ છે.
રાત્રે 10:00 થી સવારના 5:00
રાત્રે 12:00 થી સવારના 7:00
માત્રા (%)
રોજિંદી ક્રિયામાં ક્રોધનું પ્રમાણ
કામ સંબંધી (રજોગુણી) સ્વપ્નાઓ
યાદશક્તિનું બંધારણ
ઘાટી ઊંઘની સંભાવના
શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નિકાલ
પાચનક્રિયા
ઊંઘની સાંકળ એટલી મહત્ત્વની છે કે, શરીરનું તમામ સંતુલન તેને આધારિત હોય છે. ઊંઘની સાંકળ અસ્ત-વ્યસ્ત થતા શરીરમાં પ્રથમ પાચનતંત્ર સંબંધી બીમારીઓ પ્રવેશે છે અને ત્યાર પછી શરીરમાં ધીરે-ધીરે અનેક બીમારીઓ પ્રવેશે છે. આથી જે લોકો રાત્રે મોડે સુધી જાગીને કામ કરે છે અને સવારે વહેલા ઊઠતા નથી, તેઓ આજીવન નાની ઉંમરથી જ પાચનતંત્ર સંબંધી બીમારીઓના શિકાર બની શકે છે.
અનિદ્રાના ઉપચારો ?
નોંધ : રાત્રે સૂતાં પહેલાં નશીલા, ખાટાં અને તીખા પદાર્થો ન લેવા. દારૂ અને સિગારેટનું વ્યસન ઊંઘ સંબંધી કાયમી બીમારી ઉત્પન્ન કરે છે.
સારી નિદ્રા માટે નિમ્ન લિખિત કોઈ પણ પ્રયોગ કરી શકાય છે.

  1. સૂતાં પહેલાં ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ, પગના તળિયે અને કપાળે ઘી ઘસવું.
  2. બંને નાકમાં ગાયનાં ઘીનાં 2-2 ટીપાં નાખવાં.
  3. રાત્રે 2 થી 4 ગ્રામ અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે લેવું.
  4. રાત્રે સૂતી વખતે 4 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે લેવી.
  5. દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવું.
  6. 1 કપ હૂંફાળા દૂધમાં 2 ચમચી મધ નાખીને પીવું.
  7. ચોથા ભાગના જાયફળનું ચૂર્ણ પાણી સાથે લેવું.
  8. સૂતાં પહેલાં અડધો કપ આમળાનો જ્યૂસ પીવો.
  9. સૂતાં પહેલાં 2 પાકાં કેળાં ખાવાથી ઊંઘ સારી આવે છે.
  10. રાત્રે ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં પગના તળિયા 5 થી 10 મિનિટ રાખવા. પછી વાટકીથી દેશી એરંડિયું ઘસવું.
  11. સૂતાં પહેલાં ભેંસનું દૂધ લેવું નિદ્રા લાવવા માટે શ્રેષ્ઠ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button