નેશનલ

બોલો, શપથગ્રહણના કાર્યક્રમમાં સાચું શું જોવા મળ્યું?: દિલ્હી પોલીસે કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ગઈકાલે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લીધા. મોદીની સાથે કેબિનેટના 71 પ્રધાનોએ પણ શપથ લીધા. રાષ્ટ્રપતિભવનમાં આયોજિત કાર્યક્રમ વખતે કોઈ જાનવર જોવા મળ્યું. એનાથી આગળ કોઈ ખુંખાર જાનવર જોવા મળ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

આ સંબંધમાં કોઈ મીડિયામાં તો દીપડો જોવા મળ્યો હોવાના પણ સમાચાર વહેતા થયા હતા. જોકે, આ મુદ્દે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે શપથવિધિના કાર્યક્રમ વખતે બિલાડી જોવા મળી હતી. દિલ્હી પોલીસે વધુમાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર કોઈ અફવા ફેલાવવી નહીં. રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં કોઈ જાનવર મળ્યું એ વાતમાં કોઈ તથ્ય નથી. કેમેરામાં કેદ એ બિલાડી છે. આ મુદ્દે કોઈ પણ પ્રકારની અફવા નહીં ફેલવવાનો જનતાને અનુરોધ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં મોદીની કેબિનેટમાં શપથ લેવા માટે આવેલા દુર્ગાદાસ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પાછળથી કોઈ પસાર થયું હોય એવું લાગતું હતું. વીડિયોમાં કોઈ જાનવર હોવાની વાતથી સુરક્ષા મુદ્દે અનેક સવાલો કરવામાં આવ્યા હતા. અહીં એ જણાવવાનું કે રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે શપથ લીધા તેમની સાથે 71 મંત્રીએ પણ શપથ લીધા હતા.

અહીંના સમારંભ માટે એસપીજી કમાન્ડોથી લઈને દિલ્હી પોલીસના જવાનો સહિત અન્ય એજન્સી પણ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવી ત્યારે પરિસરમાં કઈ રીતે અન્ય કોઈ જાનવર પહોંચી શકે એના અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં વનસ્પતિ અને જીવજંતુઓની સાથે પશુ-પક્ષીઓના પણ ઘર છે, જેમાં 136 જંગલી છોડની પ્રજાતિ અને 84 પ્રાણીઓની પણ પ્રજાતિઓ આવેલી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button