આમચી મુંબઈસ્પોર્ટસ

IND Vs PAK: મેચ બાદ આવ્યા બેડ ન્યૂઝ, MCAના અધ્યક્ષનું હાર્ટએટેક આવતા નિધન…

ટી20 વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024) દરમિયાન રવિવારે એટલે કે ગઈકાલે ભારત અને પાકિસ્તાન (IND Vs PAK) વચ્ચે રમાઈ હતી અને આ જ મેચમાં રોહિત શર્માની કેપ્ટન્સી (Captain Rohit Sharma) હેઠળ 6 રનથી જિત મેળવી હતી, પરંતુ આ જ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ (Indian Cricket) માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

આ મેચ જોવા માટે અમેરિકા પહોંચેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Assosiation)ના અધ્યક્ષ અમોલ કાળે (President Amol Kale)નું 47 વર્ષની વયે હાર્ટએટેક આવતા નિધન થયું હતું. કાળે સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ રહ્યા હતા. મેચ બાદ તેમની તબિયત બગડી હતી અને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું.

આ પણ વાંચો : IND Vs PAK: ચાલુ મેચમાં Arshdeep Singhએ એવું તે શું કર્યું કે Virat-Rohit એકદમ દંગ રહી ગયા?

અમોલ કાળે એમસીએના અધ્યક્ષ હતા અને તેમની ગણતરી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy. CM Devendra Fadanvis)ના ક્લોઝ લોકોમાં કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમોલ એમસીએના અધિકારીઓ સાથે આ મેચ જોવા ન્યૂયોર્ક ગયા હતા. ગયા વર્ષે જ તેમની એમસીએના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બીસીસીઆઈના ખજાનચી આશિષ શેલાર (BCCI Tresurer Ashish Shelar) દેવેન્દ્ર ફડણવીસના નજીકના એવા અમોલ કાળેએ અધ્યક્ષ પદની ચૂંટણીમાં સંદિપ પાટિલને હરાવ્યો હતો.

અમોલ કાળેને શેલાર અને ફડણવીસ સિવાય એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર (NCP Leader Sharad Pawar)નો પણ ટેકો મળ્યો હતો. અહીંયા તમારી જાણકારી માટે કે શરદ પવાર અને આશિષ શેલાર પણ એમસીએ (MCA)ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જ્યારે કે અમોલ એમસીએના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button