આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 11-6-2024, પારસી 11મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ, તિથિ, નક્ષત્ર અનુસાર સર્પદેવતાની પૂજાનો અલભ્ય યોગ
ભારતીય દિનાંક 21, માહે જયેષ્ઠ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-5
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ-5
પારસી શહેનશાહી રોજ 1લો હોરમજદ, માહે 11મો બેહમન, સને
1393
પારસી કદમી રોજ 1લો હોરમજદ, માહે 12મો સ્પેન્દાર્મદ, સને
1393
પારસી ફસલી રોજ 23મો દએપદીન, માહે 3જો ખોરદાદ, સને
1393
મુુસ્લિમ રોજ 4થો, માહે 12મો જિલ્હજ, સને 1445
મીસરી રોજ 5મો, માહે 12મો જિલ્હજ, સને 1445
નક્ષત્ર આશ્લેષા રાત્રે ક. 23-38 સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. 23-38 સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 02, અમદાવાદ ક. 05 મિ. 53,
સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 13, અમદાવાદ ક. 19 મિ. 25,
સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. 15-43, મધ્યરાત્રિ પછી ક. 03-25 (તા. 12)
ઓટ: સવારે ક. 08-22, રાત્રે ક. 21-56
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, જ્યેષ્ઠ શુક્લ – પંચમી. પારસી 11મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ (ઓરિસ્સા)
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: સર્પપૂજા, તિથિ નક્ષત્ર અનુસાર સર્પપૂજાનો શ્રેષ્ઠ
યોગ, આષ્લેષા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, મંગળ-બુધ ગ્રહદેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસા પાઠ વાંચન, ઔષધ ઉપચાર, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, કાલસર્પ પૂજા.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, બુધ મૃગશીર્ષ પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર