T20 World Cup 2024સ્પોર્ટસ

World Cup જીતવો હશે તો બુમરાહે મોટી ભૂમિકા નિભાવવી પડશેઃ આ ક્રિકેટરે કર્યો મોટો દાવો

ન્યૂયોર્કઃ ભારતના ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલે (Anil Kumble)નું માનવું છે કે જસપ્રીત બુમરાહ તેની અનુકૂળ ક્ષમતા અને અનન્ય કુશળતાથી પરિસ્થિતિઓને સ્વીકારે છે અને જો ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતવો હોય તો ફાસ્ટ બોલરે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. બુમરાહે પાકિસ્તાન સામે 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી મેચ વિનિંગ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન સામે છ રમે મેચ અપાવી હતી.

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ભારતના 119 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 113 રન જ કરી શકી હતી. બુમરાહ અને હાર્દિક પંડ્યા (24 રનમાં બે વિકેટ)ની ઝડપી બોલિંગ જોડીએ તેમની શાનદાર બોલિંગથી ભારતની વાપસી કરાવી હતી.

આ પણ વાંચો : T20 World Cup :આયરલૅન્ડ 96 રનમાં ઑલઆઉટ, બુમરાહ-હાર્દિક-અર્શદીપના તરખાટ

ઇએસપીએનક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં અનિલ કુંબલેએ કહ્યું હતું કે “આપણે જોયું કે 15મી ઓવરમાં બુમરાહે (મોહમ્મદ રિઝવાનની) વિકેટ લીધી. “પૂંછડીયા બેટ્સમેનો માટે આવી પિચ પર રન કરવા મુશ્કેલ બની જાય છે. તેથી જો ભારત આ ટૂર્નામેન્ટ જીતવી હશે તો જસપ્રીત બુમરાહે તેમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે.

પંડ્યાએ શોર્ટ બોલનો સારો ઉપયોગ કર્યો ત્યારે બુમરાહે 15મી ઓવરમાં રિઝવાનને અને પછી 19મી ઓવરમાં ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યો. આમાં 19મી ઓવરમાં માત્ર ત્રણ રન થયા હતા અને આ સમીકરણ છેલ્લા છ બોલમાં 18 રન પર આવી ગયું હતું. બુમરાહની પ્રશંસા કરતા કુંબલેએ કહ્યું કે તમારી ટીમમાં જસપ્રીત બુમરાહ જેવો નંબર વન ખેલાડી હોવો જોઈએ. ફોર્મેટને ભૂલી જાઓ, જસપ્રીત બુમરાહ તમારો નંબર વન ખેલાડી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button