મોંઘવારી બેકાબૂઃ બટાકા બાદ ટમેટાના ભાવમા વધારો

અમદાવાદઃ ચૂંટણી થાય સરકાર આવે કે જાય, લોકોને મોંઘવારીથી રાહત મળતી નથી. તાજેતરમાં દૂધમા ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે શાકભાજીના ભાવમા પણ ભડાકો (milk food prises rise) બોલે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો રૂ. 20મા મળતા ટામેટાનો ભાવ રૂ. 60 પર પહોંચી ગયો છે.
બટાકા બાદ ટામેટાના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. વરસાદની સીઝનમા ટામેટામા બગાડ વધુ થવાના કારણે ભાવમા વધારો નોંધાય છે.
જોકે હજુ વરસાદ તો કંઈ પડ્યો નથી, પણ ભાવવધારો થઈ ગયો છે.
ગુજરાતમાં ચોમાસા પહેલા ટામેટાના ભાવમા વધારો થયો છે. વેપારીઓએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં ટમેટાના ભાવમા હજુ પણ વધારો થશે. જેમા ટામેટાની આવક ઘટતા ભાવમા વધારો થવાનુ કારણ આપ્યુ છે. હજુ વરસાદ પડશે એટલે ટામેટાની આવકમા ઘટાડો થતા ભાવમા વધારો નોંધાશે. હાલ ટામેટાની આવક 50 ટકા ઘટી ગઈ છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગરીનો ભાવ પણ એક અઠવાડિયાથી વધતો જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમા પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે (inflation) ત્યારે હવે બટાકા, ડુંગરી, ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં પણ વધારો થતા મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે બે ટંકનું ખાવાનું અઘરું બની ગયું છે. આ ઉપરાંત દાળોમાં 20થી 22 તથા ચોખામાં 13થી 15 ટકાના વધારા સાથે મસાલામાં પણ મોંઘા છે. મોંઘવારી બેકાબુ બની છે ત્યારે નવી સરકાર આ મામલે કંઈક કરી લોકોને રાહત આપે તેવી આશા છે.
Also Read –