આપણું ગુજરાત

સાવલી નજીક સગાઈના પ્રસંગમા આવેલા બે મહી નદીમા ડૂબ્યાઃ બન્નેના મોત

અમદાવાદઃ વડોદરાના સાવલી તાલુકાના અમરાપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ડૂબી જવાથી બે લોકોના મેત થયા છે. સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ દ્વારા ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી મધ્ય ગુજરાતથી પસાર થતી મહિ નદીમાં ડૂબી જવાથી મોત નિપજવાની ઘટનામાં ચિંતા જનક વધારો નોંધાઈ રહ્યો છે.

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમા રહેતા સુગરા બેન ગરારીયા અને વિક્રમસિંહ ચૌહાણ સાવલી તાલુકાના ગોઠડામાં સગાઈ પ્રંસગમાં આવ્યા હતા. સગાઈ પ્રસંગ પૂરો થયા બાદ અમરાપુર નજીકથી પસાર થતી મહી નદીમા નહાવા માટે પડ્યા હતા. દરમિયાન બન્ને જણાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રીગેડને જાણ કરી હતી. ભારે જહેમત બાદ સ્થનિકોની મદદથી નદીમાંથી બન્નેના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટ માટે ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા લાછનપુરા ખાતે મહી નદીમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતા બન્ને નદીમા ન્હાવા માટે પડ્યા હતા અને ડૂબી ગયા હતાં. પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત