મનોરંજન

પ્રખ્યાત તમિલ અભિનેતાની પુત્રીના ચેન્નાઈમાં થયા અંતિમ સંસ્કાર

માત્ર 16 વર્ષની ઉંમરે કરી આત્મહત્યા

ચેન્નાઇઃ પ્રખ્યાત તમિલ અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની પુત્રી મીરાએ મંગળવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. મીરાનો મૃતદેહ ચેન્નાઈમાં તેના ઘરમાં લટકતો મળી આવ્યો હતો. જ્યારે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. હવે તેના અંતિમ સંસ્કાર ચેન્નાઈમાં કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટમોર્ટમ બાદ મીરાના મૃતદેહને અલવરપેટ સ્થિત તેના ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મીરાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નુંગમ્બક્કમના એક ચર્ચમાં લઈ જવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર ચેન્નાઈના કિલપૌક કબ્રસ્તાનમાં કરવામાં આવશે. જો અહેવાલોનું માનીએ તો મીરાના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવી હતી‌ અને પાદરી તેના માટે પ્રાર્થના કરશે. હાલમાં તેમના પાર્થિવ દેહને નુંગમ્બક્કમ ચર્ચમાં લઈ જવામાં આવ્યો હતો.

મીરા 12મા ધોરણની વિદ્યાર્થીની હતી જેણે ચેન્નાઈની એક ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હતો. વિજય એન્ટનીને બે પુત્રીઓ હતી જેમાંથી મીરા મોટી પુત્રી હતી. રિપોર્ટ્સ અનુસાર તે ડિપ્રેશનથી પીડિત હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે તેની સારવાર પણ ચાલી રહી હતી. આ સમાચાર સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ શોક વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું.

આ ઉપરાંત કેટલાક સ્ટાર્સ માનસિક તણાવ જેવી ગંભીર સમસ્યા વિશે પણ વાત કરતા જોવા મળ્યા હતા.
પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે વિજય એન્ટનીએ 2006માં ફાતિમા સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને બે પુત્રીઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button