ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
હિન્દુ દેવળ
જૈન સિનેગોગ
શીખ દેરાસર
ખ્રિસ્તી મંદિર
યહૂદી ગુરુદ્વારા
ઓળખાણ પડી?
દિવ્ય હળધારી આપણા પૌરાણિક દેવની ઓળખાણ પડી? આદિ શેષનો અવતાર માનવામાં આવતા આ ભગવાન ખેતી અને ખેડૂત સાથે અનુસંધાન ધરાવે છે.
અ) જાંબુવાન બ) હલકેશ્ર્વર ક) વરાહ ડ) બલરામ
ગુજરાત મોરી મોરી રેહનુમાન ચાલીસાની ચોપાઈમાં ખૂટતો શબ્દ જણાવો.
જય હનુમાન ગુન સાગર, જય ———- તિહું લોક ઉજાગર.
અ) રામજી બ) બજરંગ ક) કપીસ ડ) પવનસુત
માતૃભાષાની મહેક
હૃદય એટલે હવા લેનારો અને લોહીને નાડીઓમાં ધકેલનારો છાતીમાંનો ધડકતો ભાગ, જ્યાંથી લોહી શરીરમાં ધકેલાય છે તે
અવયવ. હૃદય ઊઘડવું એટલે મન ખુલ્લું કરી વાત કરવી. હૃદય પીગળવું એટલે દયા આવવી; લાગણી થવી. હૃદય ભરાઈ આવવું એટલે
શોકની લાગણીથી વ્યથિત થવું. હૃદય ભેદવું એટલે અસર કરવી, મન પીગળાવી નાખવું.
ઈર્શાદ
દૃશ્યની ઠેસ વાગી? હે આંખો!
તો જગતને જરા ઝીણું ઝાંખો!
— સંજુ વાળા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘મારે મહી વેચવાને જાવા મહિયારા રે…ગોકુળ ગામનાં’ પંક્તિમાં મહી શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) મહિમા બ) મોતી ક) છાસ ડ) અંદર
માઈન્ડ ગેમ
વિશેષ કરીને જૈન સાધુ – સાધ્વીઓમાં જોવા મળે છે એ સંસારની માયા – મમતાનો ત્યાગ કરી મરણપર્યંત ઉપવાસ કરી પથારીમાં પડ્યા રહેવું કયા નામથી ઓળખાય છે?
અ) અનશન બ) ખમાસણ
ક) સંથારો ડ) લોચ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
ગીતા હિન્દુ
ત્રિપિટક બૌદ્ધ
ગુરુ ગ્રંથ સાહિબ શીખ
આગમ જૈન
બાઈબલ ખ્રિસ્તી
ગુજરાત મોરી મોરી રે
સુરેશં
ઓળખાણ પડી?
ગોવા
માઈન્ડ ગેમ
રુદ્રાક્ષ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
શ્ર્વેત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડૉ. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી બુચ (૬) ધીરેન્દ્ર ઉદ્દેશી (૭) પ્રતીમા પમાણી (૮) નીતા દેસાઈ (૯) કમલેશ મૈઠિઆ (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) પુષ્પા પટેલ (૧૨) સુભાષ મોમાયા (૧૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૪) મહેશ સંઘવી (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) પ્રવીણ વોરા (૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) લજિતા ખોના (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) કિશોર બી. સંઘરાજકા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) દિલીપ પરીખ (૨૯) મનીષા શેઠ (૩૦) ફાલ્ગુની શેઠ (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હરીશ મહેતા (૩૩) તાહેર ઔરંગાબાદવાલા (૩૪) શીરીન ઔરંગાબાદવાલા (૩૫) મહેશ દોશી (૩૬) રજનીકાંત પટવા (૩૭) સુનીતા પટવા (૩૮) કલ્પના આશર (૩૯) જગદીશ ઠક્કર (૪૦) જયવંત પદમશી ચિખલ (૪૧) વિણા સંપટ (૪૨) દેવેન્દ્ર સંપટ (૪૩) અંજુ ટોલિયા (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) નિતીન બજરિયા (૪૬) અલકા વાણી (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) રમેશ દલાલ (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૨) નયના ગિરીશ મિસ્ત્રી (૫૩) પ્રજ્ઞા શાહ