નેશનલ

Bangladesh MP Murder: નેપાળમાંથી ઝડપાયેલા મુખ્ય શંકાસ્પદની શરૂ કરી પૂછપરછ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સીઆઇડીએ રવિવારે બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા (Bangladesh MP Murder) મામલે એજન્સીની તપાસના સંદર્ભમાં મોહમ્મદ સિયમ હુસૈનની પૂછપરછ શરૂ કરી હતી. જેની નેપાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી રાજકારણીના શરીરના ભાગો અને અપરાધમાં ઉપયોગમાં લેવાયેલા સાધનોને શોધવામાં સીઆઇડીને મદદ કરી શકાય તે માટે હુસૈનને કોલકાતા નજીકના ન્યુ ટાઉન વિસ્તારના ફ્લેટમાં પણ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં અનારને છેલ્લે ૧૨ મેના રોજ જોવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય શંકાસ્પદ હુસૈનની નેપાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે તેનું ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

સીઆઇડી અધિકારીએ જણાવ્યું હતું કે અમે હુસૈનની પૂછપરછ કરી રહ્યા છીએ. બાંગ્લાદેશના સાંસદના શરીરના અંગો શોધવા માટે તેને ન્યુ ટાઉન ફ્લેટ અને નજીકના વિસ્તારોમાં પણ લઇ જવામાં આવ્યો હતો. તે હત્યાના સાધનોને શોધી કાઢવામાં પણ અમને મદદ કરશે. હુસૈનને શનિવારે સાંજે પશ્ચિમ બંગાળ લાવવામાં આવ્યો હતો અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બારાસતની સ્થાનિક અદાલત દ્વારા તેને ૧૪ દિવસની સીઆઇડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ૧૨ મેના રોજ તબીબી સારવાર માટે કોલકાતા આવેલા અને ગુમ થયેલા સાંસદને શોધવાના પ્રયાસો ઉત્તર કોલકાતાના બારાનગરના રહેવાસી અને બાંગ્લાદેશી રાજકારણીના પરિચિત ગોપાલ બિસ્વાસે ૧૮ મેના રોજ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારથી ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button