મોદીની કેબિનેટમાં એનસીપીને સ્થાન નહીંઃ અજિત પવારે કરી મોટી માંગણી, ફડણવીસે કરી સ્પષ્ટતા
મોદી કેબિનેટના શપથ ગ્રહણ સમાચાર વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અજિત પવારના નારાજગીના સમાચાર આવી રહ્યા છે. એનસીપીએ કેબિનેટ મંત્રી પદ જોઇએ છે, પણ તેમને રાજ્ય મંત્રી પદ ઓફર કરવામાં આવતા તેઓ નારાજ છે.
આ અંગે અજિત પવારને પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “તેમના પક્ષે ભાજપ સાથે સ્પષ્ટ કર્યું છે કે પ્રફુલ પટેલ (એનસીપી નેતા) કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે અને તેમના પક્ષને સ્વતંત્ર હવાલો ધરાવતો રાજ્ય મંત્રી હોવો યોગ્ય નથી લાગતો.” તેથી અમે તેમને (ભાજપ) કહ્યું કે અમે થોડા દિવસો રાહ જોવા માટે તૈયાર છીએ, પરંતુ અમને કેબિનેટ મંત્રાલય જોઈએ છે. અમે આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છીએ.”
હવે આ અંગે નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસની પણ સ્પષ્ટતા આવી છે. તેમણે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રવાદીને સરકાર દ્વારા બેઠકની ઓફર કરવામાં આવી હતી. તેમને રાજ્ય મંત્રી પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે જ કહ્યું હતું કે જો આ વખતે શક્ય ન હોય તો, પછીની વખતે આપો, પરંતુ અમને રાજ્ય મંત્રીપદને બદલે મંત્રી પદ આપો,” વધુમાં ફડણવીસે ઉમેર્યું હતું કે જ્યારે ગઠબંધન સરકાર હોય ત્યાર અમુક માપદંડ હોય છે જેને એક પક્ષ દ્વારા બદલી શકતો નથી તેથી જ્યારે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે ત્યારે તેમની માગણી પર વિચાર કરવામાં આવશે. …
Also Read –