‘ખિચડી સરકાર’ પણ પકાવે તો ગુજરાત જ -મોદી 3.0 માં 6 સાંસદને સ્થાન
દેશમાં ઐતિહાસિક રીતે નરેન્દ્રમોદીના વડપણ હેઠળ પહેલી વાર રાચાવા જઈ રહી છે ‘ખિચડી સરકાર’. દેશનાઆ યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રીજી વખત એનડીએ સહયોગી દળની સરકાર બનશે. પણ આ સરકારમાં પણ ખિચડી તો ગુજરાતનાં સાંસદો પણ પકાવશે. જો ટીડીપી અને જેડીયુની વધુ બેઠકો ના હોત તો કદાચ મોદી 3.0 નાં મંત્રીમંડળમાં ગુજરાતનાં ઓછામાં ઓછા 9 થી 10 મંત્રીઓ હોત. પણ, આ વખતે પણ ગૃહ,અને નાણાં વિભાગ ભાજપે રાખ્યો છે. એટલે કેન્દ્રમાં ગૃહ વિભાગ તો અમિત શાહ પાસે રહેશે એ નક્કી છે. પણ સહકારિતા મંત્રાલયમાં જેડીયુ ભાગ પડાવી શકે છે. કારણકે. તે સ્વતંત્ર હવાલો છે. કે પછી એ વિભાગ પણ અમિત શાહ જ રાખશે ? તે પોર્ટફોલિયો સોંપાતા જ સામે આવશે.
ડો મનસુખ માંડવીયા-સાંસદ-પોરબંદર
કેન્દ્ર સરકારમાં આરોગ્ય અને ફર્ટિલાઇઝર-કેમિકલ્સનો હવાલો ધરાવતા ડો. માંડવીયા લોકસભા ચૂંટણી પહેલી વાર લડ્યા અને જીત્યા. અત્યાર સુધી તેઓ રાજ્યસભા સદસ્ય હતા. પોરબંદર જેવી જરા પણ અધરી નહીં તેવી બેઠક પર ટિકિટ અપાતાં જ જીત નિશ્ચિત બની હતી. હવે આ વખતે, બિહાર અને આંધ્ર પ્રદેશની સ્થાનિક પાર્ટીની ભાગીદારી વધતાં ડો માંડવીયાને આરોગ્ય અને ફર્ટિલાઇઝર-કેમિકલ્સ મળે છે કે કેમ ? કે આટલા મોટા વિભાગોમાંથી તેમની સાથે ભાગ પડશે તે જોવું રસપ્રદ રહેશે.
સી આર પાટિલ-સાંસદ -નવસારી
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ નવસારીથી ત્રણ ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા છે. દરેક લોકસભામાં તેઓ ઉતારોતર વધારે લીડથી જીત્યા છે. આ વખતે 7.5 લાખ મતની સરસાઈથી જીત્યા. મોદી સરકારમાં પહેલી વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. પાટિલ, લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનની બેઠક વારાણસીની જવાબદારી પણ ઉઠાવતા હતા. પાટિલનો બેઝ કેમ્પ સુરત હોવાથી ઉધ્યોગમાં રાજ્ય કક્ષાનો હવાલો કે ટેક્સટાઇલમાં
રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ શકે છે.
નિમુબહેન બાંભણીયા -સાંસદ ભાવનગર
ભાવનગરમાં મહાનગર પાલિકામાં મેયર રહી ચૂકેલા નિમુબહેન કોળી જ સમાજના બોટાદ ના ધારાસભ્ય ( આપ) ઉમેશ મક્વાણાને જંગી લીડથી હરાવી સાંસદ બન્યા. પણ લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપનાઆ ઉમેદવારને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હોય. આ પહેલા બે ટર્મ ડો. ભારતીબહેન શિયાળ ચૂંટાયા. લાગલગાટ 5 ટર્મથી વધુ સાંસદ રહેનારા રાજેન્દ્રસિંહ રાણાને પણ તક નહોતી મળી. જો કે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી અને રાજેન્દ્રસિંહને ત્યાર પછી તક (ટિકિટ) આપવામાં નહોતી આવી. એટલે આ વખતે પહેલી વખત ભાવનગર અને પોરબંદર બેઠક પરથી જીતેલા ઉમેદવારો કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે.
રાજ્યસભા સાંસદ જે પી નડડા
ભાપજા રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડડાને લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને વધુ એક વર્ષ માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની મુદ્દત લંબાવાઇ હતી. ચૂંટણી પહેલા જ તેઓને ગુજરાતમાંથી રાજ્યસભાના સદસ્ય બનાવી દેવાયા હતા.હવે તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કેન્દ્રની મોદી સરકારમાં બિરાજશે.
એસ જયશંકર – સાંસદ -રાજ્યસભા
સતત બીજીવખત વિદેશમંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના સદસ્ય બનાવાયા. એટલે તેઓ પણ ફરી પાછા વિદેશમંત્રી તરીકે જ મોદી સરકારમાં બિરાજીત થશે. વિદેશનીતિ-કૂટનીતિમાં માહેર માન્યતા એસ જયશંકર આ જવાબદારી પહેલા મોદી સરકારમાં જ વિદેશ સચિવ રહી ચૂક્યા છે.
Also Read