ટેન્ટમાં કે જાહેર સ્થળોએ જોવા મળતી ખુરશી હંમેશા લાલ રંગની જ કેમ હોય છે?
અત્યારે જમાનો મોર્ડન છે અને લોકો ઘરના ઈન્ટિરિયર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને ઈન્ટિરિયર ડિઝાઈનર પણ સતત કંઈક નવું આપવાનો પ્રયાસ કરતા હોય છે પછી એ કલર કોમ્બિનેશનની વાત હોય કે પછી ડિઝાઈનની વાત હોય. પણ ક્યારેય કોઈ જાહેર સમારંભ કે પાર્ટીમાં ગયા હશો તો એક વાત કોમન હોય છે અને એ વાત એટલે લાલ રંગની ખુરશીઓ.
હવે તમને ક્યારેય એવો સવાલ થયો છે કે આ ખુરશીઓ લાલ કલરની જ કેમ હોય છે? ખુરશીઓનો આ કલર રાખવા પાછળ કોઈ ખાસ કારણ હોય છે? નહીં ને? ડોન્ટ વરી આજે અમે અહીં તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જાહેર સમારંભો, રાજકીય સભામાં લાલ રંગની ખુરશીઓ મૂકવા પાછળનું કારણ એવું છે કે કેટલાક ખુરશીઓ બનાવનારા કારખાનાના માલિકોએ અલગ અલગ રંગની ખુરશીઓ બનાવવાની શરૂઆત કરી હતી, પણ એને ખાસ કંઈ પસંદ કરવામાં નહોતી આવી. બીજું એક કારણ એવું પણ આપવામાં આવે છે કે લાલ રંગ આકર્ષક છે અને લાલ રંગની ખુરશીઓ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે કઈ ખુરશી ખાલી છે કે પછી અહીંયા કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આ ઉપરાંત લાલ રંગની ખુરશીઓ બનાવવા જે સામગ્રી અને મટીરિયલ ઉપયોગમાં લેવામાં આવે છે એ પણ ખૂબ જ સસ્તી હોય છે. આ બધા કારણોસર જ લાલ રંગની ખુરશીઓ બનાવવામાં આવે છે. આ લાલ રંગની ખુરશીઓ ખૂબ મજબૂત હોવાનું પણ કહેવાય છે અને વાતાવરણની પણ એની ખાસ કોઈ અસર જોવા મળતી નથી.
બધા કારણો છે કે રાજકીય પાર્ટીની જાહેર સભા હોય કે કોઈનું નાનું-મોટું પ્રાઈવેટ ફંક્શન પણ ખુરશીનો રંગ તો લાલ જ હોય છે. હવે જ્યારે તમને કોઈ આ સવાલ પૂછે તો એનો જવાબ આપવા તમે સમર્થ છો ને?