નેશનલ

Modi 3.0: શપથવિધિમાં આ કૉંગ્રેસી નેતા આપશે હાજરી

નવી દિલ્હીઃ આજે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ ગ્રહણ કરશે. તેમની સાથે લગભગ 30 જેટલા પ્રધાન પણ શપથ ગ્રહણ કરશે તેવી ચર્ચાઓ વચ્ચે એવા સમાચાર મળ્યા છે કે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શપથ ગ્રહણ સમારંભમાં હાજરી આપશે. અગાઉ એમ કહેવામાં આવી રહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓને ઈન્ડિયા ગઠબંધનના પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ થોડા સમય પહેલા જ ખરગેએ જાહેરાત કરી હતી કે તેઓ શપથ ગ્રહણ સમારંભમા ભાગ લેવા જશે.

Read More: Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર

મોદીના શપથ સમારંભમાં દેશ-વિદેશના મહેમાનો આવી રહ્યા છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ વગેરેના પ્રધાન તેમ જ નેતાઓ હાજરી આપશે. આ સાથે તેમણે અલગ અલગ ક્ષેત્રના સામાન્ય માણસોને પણ આમંત્રણ આપ્યું છે.

Read More: રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, નવમી જૂને શપથવિધિ

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપનેઅપેક્ષા કરતા ઓછી બેઠકતો મળી છે, પરંતુ સાથી ઘટક પક્ષોની મદદથી એનડીએ સરકાર રચી રહ્યું છે. બીજી બાજુ ઈન્ડિયા અલાયન્સને 324 બેઠક મળી છે, આથી ત્રીજી ટર્મમાં મોદી સરકારે સાથી પક્ષો સાથે સંયોજન બનાવ રાખવાની અને મજબૂત વિપક્ષનો સામનો કરવાની તૈયારી રાખવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button