Murder ફિલ્મના શૂટિંગ વખતે મર્ડરની કોશિશ? જાણો 20 વર્ષ પહેલા શું થયું હતુ
બોલીવૂડમાં એવી ઘણી ફિલ્મો છે જે રીલિઝ સમયે વિવાદમાં ફસાઈ હોય, પણ હીટ પણ થઈ હોય અને આજે પણ તેની ચર્ચા થતી હોય. આવી જ એક ફિલ્મ છે મર્ડર Murder, 2004માં આવેલી આ ફિલ્મ ત્યારે હીટ પણ ગઈ હતી અને વિવાદોમાં પણ રહી હતી.
મલ્લિકા શેરાવત (Mallika Sherawat), ઈમરાન હાશમી (Imran Hashmi) અને અસ્મિત પટેલ (Ashmit Patel) ની આ ફિલ્મની સ્ટોરી સારી હતી અને તે સમયે નવી હતી, પરંતુ ફિલ્મના બૉલ્ડ સિને સૌને ચોંકાવ્યા હતા.
આ ફિલ્મ બાદ ઈમરાનને સિરિયલ કિસર પણ કહેવાતો. ફિલ્મમાં હૉટ સિન્સની ભરમાર હતી અને ફિલ્મના ગીતો પણ ખૂબ જ પોપ્યુલર થયા હતા.
આ ફિલ્મમાં એક સિન હતો જેમાં અસ્મિત પટેલ મલ્લિકાનું ગુસ્સામાં ગળું દબાવે છે. આ સિનને લઈને હાલમાં મલ્લિકાએ એવો દાવો કર્યો હતો કે અસ્મિત પટેલે તેનું સાચે ગળું દબાવવાની કોશિશ કરી હતી. અસ્મિતે હવે આ બાબતે ખુલાસો કર્યો છે.
તેના કહેવા અનુસાર આ સિન કરતા પહેલા તેણે અભિનેતા નસિરુદ્દીન શાહની સલાહ લીધી હતી.
જેમા શાહે કહ્યું હતું કે કેમેરામાં એમ દેખાવું જોઈએ કે તું પૂરું જોર લગાવી ગળું દબાવે છે. જોકે આ સિન થયા બાદ મલ્લિકાએ ડિરેક્ટર મહેશ ભટ્ટને ફરિયાદ કરી કે મેં સાચે તેનું હળું દબાવ્યું.
મેં ભટ્ટને કહ્યું કે તેઓ મોનિટરમાં ચેક કરે અને જો મલ્લિકા ખોટી હોય તો મારી માફી માગે, પણ મલ્લિકાએ માફી માગી નહીં.
આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે સમયમાં મલ્લિકાએ પોતાની પબ્લિસિટી કરી અને તે તેમાં ખૂબ માહેર હતી આથી હું ને ઈમરાન સાઈડલાઈન થઈ ગયા હતા.
મર્ડર 20 વર્ષ પહેલા રીલિઝ થઈ હતી ફિલ્મ બાદ ઈમરાનને ઘણા રોલ મળ્યા જ્યારે મલ્લિકા અને અશ્મિત ધીમે ધીમે ખોવાઈ ગયા.
Also Read –