મુંબઇ એરપોર્ટ પર એક જ રનવે પર જ્યારે આવી ગયા બે પ્લેન પછી….. VIDEO જુઓ
શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંભવિત દુર્ઘટના ટળી હતી. ઈન્ડિગોની ફ્લાઇટ A320 એ એક રનવે પર ઉતરી રહી હતી, એ જ સમયે એર ઈન્ડિયાનું એક વિમાન એ જ રનવે પરથી ટેકઓફ કરી રહ્યું હતું. બંને પ્લેન વચ્ચે કેટલીક સેકન્ડનું અંતર હતું. એક વિમાન ટેક ઓફ અને એક વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું. વિગતો અનુસાર, ઈન્દોરથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને ભૂલથી એ જ રનવે પર લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જ્યાંથી એર ઈન્ડિયાનું એક વિમાન તિરુવનંતપુરમ માટે ટેકઓફ કરી રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એર ઈન્ડિયાના વિમાન ઉડાન ભરી રહ્યું છે ત્યાં જ ઈન્ડિગોનું વિમાન લેન્ડ થતું જોવા મળે છે. અહેવાલ મુજબ, આ ઘટના 8 જૂને બની હતી. તમે આ ઘટનાનો દિલધડક વીડિયો જોઈ શકો છો.
Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE
— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024
ઈન્દોરથી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6053ને મુંબઈ એરપોર્ટના ATC તરફથી લેન્ડિંગ ક્લિયરન્સ મળ્યું હતું. એટીસીની સૂચનાઓને અનુસરીને, કમાન્ડિંગ પાઇલટે તેનું લેન્ડિંગ અભિયાન ચાલુ રાખ્યું હતું. દરમિયાન, DGCAએ આ મામલાની તપાસ કરી હતી. DGCAએ મુંબઈ એરપોર્ટ પર બનેલી ઘટનામાં સંડોવાયેલા એટીસી સ્ટાફને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યાં ઇનકમિંગ ઈન્ડિગો ફ્લાઈટ રનવે 27 પર ઉતરી હતી, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ હજી ટેકઓફ કરી રહી હતી.” ટેક ઓફ કરવાની પ્રક્રિયામાં હતી”. સદનસીબે, ઈન્ડિગો એરક્રાફ્ટ જમીનને સ્પર્શે તે પહેલા જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તેનો ટેક ઑફ રનિંગ સ્પેલ પૂરો કરી હવામાં અધ્ધર થઇ જઇ ટક્કર ટાળવામાં સફળ રહી હતી.
મુંબઇ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. સરેરાશ દર ત્રણ મિનિટે અહીં એક પ્લેન લેન્ડ થાય છે અને ટેક ઑફ કરે છે. એર ટ્રાફિક કંટ્રોલર માટે પણ મુંબઇ એરપોર્ટના વિમાન ઉડ્ડયનનું સંચાલન ભારે કાર્યકુશળતા માગી લે છે.