Canada થી પેરિસ જતી ફ્લાઇટમાં લાગી આગ ,પાયલોટે 402 લોકોના જીવ બચાવ્યા

ટોરેન્ટો : કેનેડાની(Canada)રાજધાની ટોરોન્ટોથી પેરિસ જતી ફ્લાઈટમાં આગ(Fire) લાગી હતી. રનવે પરથી ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાની સાથે જ પાયલટે સમજદારી પૂર્વક પ્લેનને નીચે ઉતાર્યું. આ રીતે પ્લેનમાં સવાર 402 લોકોના જીવ બચી ગયા. વિમાનમાં આગ લાગવાની ઘટના 05 જૂનની મોડી રાત્રે બની હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્લેનના જમણા એન્જિનમાં આગ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી જાય છે. આ આગ પ્લેનના જમણા એન્જિનમાં શરૂ થાય છે. જેના કારણે રાત્રિના અંધારામાં એરક્રાફ્ટમાંથી તણખા નીકળવા લાગે છે, એર ટ્રાફિક કંટ્રોલ એ આ આગ જોતાં જ પાયલટને તાત્કાલિક જાણ કરી હતી.
પાયલોટે યોગ્ય સમયે સમજણ બતાવી
પાયલોટે ‘પેન -પેન ‘ની બૂમો પાડીને તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી અને એટીસીને તાત્કાલિક રનવે ખાલી કરવાની માંગ કરી. હજાર ફૂટની ઊંચાઈએ ઉડતું પ્લેન નીચે લાવવામાં આવ્યું હતું. આ પછી એરપોર્ટ ક્રૂ મેમ્બરોએ પ્લેનમાં લાગેલી આગને બુઝાવી દીધી અને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
વિમાનમાં 389 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર હતા.
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે એર કેનેડા 777 વાઈડ બોડી પ્લેનમાં બુધવારે બપોરે ટોરોન્ટો સમય મુજબ આગ લાગી હતી. એર ટ્રાફિક કંટ્રોલ એ પ્લેનના પાયલટને આ જાણકારી આપી. આ પ્લેનમાં 402 લોકો સવાર હતા, જેમાં 389 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર હતા.
વીડિયો વાયરલ થયો હતો
આ સમગ્ર ઘટના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X યુઝર ક્રિસ હેડફિલ્ડે કહ્યું કે પાયલટ અને એટીસીની સતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે. હેડફિલ્ડે ‘યુ કેન સી એટીસી’ નામનો યુટ્યુબ વીડિયો શેર કર્યો છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેન ટેકઓફ થતાં જ તેના જમણા એન્જિનમાં આગ લાગી જાય છે. વિમાન લગભગ 1000 ફૂટની ઉંચાઈ પર હતું.