નેશનલ

યુપી, બિહારમાં ગરમીથી જનજીવન થશે બેહાલ તો મુંબઈ, ગોવા, કેરળમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ સમગ્ર ભારત અત્યારે ભારે ગરમીની ઝપેટમાં છે. સૂર્યદેવ એટલા બધા બેહાલ કરી રહ્યા છે કે લોકો એસી અને કૂલરમાં પણ પરસેવો પાડી રહ્યા છે. જો કે, છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત પણ મળી છે. કેટલાક રાજ્યોમાં વરસાદની મોસમ પણ આવી ગઈ છે.

હવામાન વિભાગે ઝારખંડમાં ચોમાસાને લઈને નિરાશાજનક સમાચાર આપ્યા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે ભારે વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળો વરસ્યા હતા, ત્યારબાદ લોકોને આકરા તડકા અને ગરમીથી થોડી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે, આગામી દિવસોમાં ગરમી વધી શકે છે.

વરસાદને કારણે થોડા સમય માટે વાતાવરણમાં પલટો આવ્યો હોવા છતાં લોકો ગરમી અને ભેજથી ત્રસ્ત છે. હવે ફરીથી લોકોને આકરી ગરમીમાં ઘરની બહાર નીકળવું પડ્યું છે. ડીહાઈડ્રેશનના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.

દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો IMDએ રવિવાર માટે આગાહી કરી છે કે આજે દિલ્હીમાં જોરદાર પવન ફૂંકાશે. શહેરમાં વધી રહેલા તાપમાનના કારણે આજે ધૂળની ડમરીઓ અને તોફાન માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પરંતુ સાથે સાથે વરસાદની પણ શક્યતા છે.

આ વર્ષે ઝારખંડમાં ચોમાસું મોડું પહોંચશે. બિહારમાં પણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શનિવારે પટનામાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે.

દરમિયાન મુંબઈના લોકો વરસાદની મજા માણી રહ્યા છે પરંતુ તેના કારણે શહેરમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

ઓડિશામાં પણ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં ચાર દિવસ વહેલું આવ્યું છે અને મલકાનગિરી જિલ્લાના ભાગોને ત્રાટક્યું છે. IMDએ રવિવારે ઘણા વિસ્તારોમાં વીજળી અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ગોવામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને IMDએ કેરળના પાંચ જિલ્લાઓ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત