મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય અગિયારશી બ્રાહ્મણ
ત્રાપજ નિવાસી, હાલ બોરીવલી ગં. સ્વ. શકુંતલા (કુંદનબેન) વિષ્ણુપ્રસાદ ભટ્ટ (ઉં. વ. ૮૪) શનિવાર તા. ૮-૬-૨૪ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ લવજી ભટ્ટના પત્ની. તથા મનિષભાઇ, અ. સૌ. રાજેશ્રીબહેન કિશોરભાઇ મહેતાના માતુશ્રી અને અ. સૌ. દીપ્તિબેન મનિષભાઇ તથા કિશોરભાઇ રમેશભાઇના સાસુ. તે સ્વ. બાલકૃષ્ણભાઇ, સ્વ ગીરજાશંકરભાઇ, સ્વ. ગુલાબરાઇના નાનાભાઇના પત્ની. સ્વ. પ્રાણજીવન લવજી ભટ્ટ, સ્વ. જયાબેન હિંમતલાલના ભાભી. તથા ગં. સ્વ. હેમલતાબેન પ્રવિણચંદ્ર, ભગવાનદાસ ભાઇ કાંતિલાલ, લલિતભાઇ,અરવિંદભાઇના બેન. સાદડી સોમવાર, તા. ૧૦-૬-૨૪ના સાંજે ૪થી ૬. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમન્ડ ટોકીઝની સામે, બોરીવલી (પશ્ર્ચિમ), સ્ટેશન પાસે, મુંબઇ-૯૨.

વડનગર નાગર ગૃહસ્થ
મધુરિકા (સ્વ). સુનિલભાઇ મેઢે, શુક્રવાર, ૭ જૂન ૨૪ના અવસાન પામેલ છે. તે પ્રેરક વોરા, જુઇ વોરા, જય મેઢ, રુત્વા મેઢ, ગ્રાન્ડ કિડ્સ : દક્ષ હેલી, નિષ્કા, મેઢ, વૈદ્ય વોરા અને દેસાઇ પરિવાર. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક
ચૌટા નિવાસી હાલ સાયન મુંબઇ, સ્વ. પ્રભુદાસ વનમાળીદાસ માવાણીના સુપુત્ર પંકજ પ્રભુદાસ માવાણી તા. ૭ જૂન ૨૪ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. નીતીનભાઇ, સ્વ.રાજુભાઇ, અને સ્વ. ડો. દીપકભાઇના ભાઇ. પૂજાના પતિ. હર્ષિલના પિતા. સરયુબેન, દક્ષાબેનના દીયર. ડો. રાનીના જેઠ. પ્રાર્થનાસભા રાખવામાં આવેલ નથી.

નાગર બ્રાહ્મણ
ધમાસણ નિવાસી હાલ બોરીવલી મુંબઇના જસવંત સોમનાથ મહેતા (ઉં. વ. ૭૦) રવિવાર, તા. ૨-૬-૨૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તે મીનાબહેનના પતિ. ધવલ, રીંકુ, નેહલના પપ્પા. ગિતીકા, વિપુલ, રૂપેશના સસરા. બન્ને પક્ષનું બેસણું તા. ૯-૬-૨૪ના સાંજે ૬થી ૭.૩૦. ઠે. શાંતિધામ પ્રાર્થનાલય, શીંપોલી રોડ નં.૫, બોરીવલી (પ) લૌકિક રિવાજ બંધ છે.

વૈષ્ણવ બ્રાહ્મણ
ભાવનગરવાળા હાલ કાંદિવલી (વેસ્ટ) ગં. સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ વૈષ્ણવ (ઉં. વ. ૯૦) તે શશીકાંતભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇ, સ્મીતાબેન, સ્વ. રાકેશભાઇ, શિલ્પાબેનના માતુશ્રી તા. ૬-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી વિશા સોરઠીયા વણિક
શીલવાળા (હાલ વિલેપાર્લે) શશીકાંત જગમોહનદાસ શાહ (ઉં. વ. ૮૨) તે ૭/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે મંજુલાબેન ના પતિ. હેમંત તથા યાતી ના પિતા. સોનલના સસરા. સ્વ. રજનીકાંત, સ્વ. નવીનચંદ્ર, સ્વ. સુરેશભાઈના ભાઈ. સ્વ. લક્ષ્મીચંદ રૂપચંદ શાહ બામણાસાના જમાઈ. પ્રાર્થનાસભા ૯/૬/૨૪ના સમય ૫ થી ૬.૩૦ કલાકે એચ.એમ એન હાઈસ્કૂલ, દીક્ષિત રોડ, વિલેપાર્લે પૂર્વ.

ચીખલી મોઢ વણિક
ચીખલી નિવાસી હાલ બોરીવલી અમર અક્ષયભાઈ શેઠ (ઉં. વ. ૫૦) તે ૭/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રક્ષાબેન અક્ષયભાઈ શેઠના પુત્ર. પૂર્વીબેનના પતિ. અપૂર્વાના પિતા, નીલાબેન પ્રકાશભાઈ મપારા પારડીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૯/૬/૨૪ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે ઉથોપિયા યુનિવર્સલ સ્કૂલ હોલ, ઇન્ડિયન બેન્કની બાજુમાં, અશોકવન, બોરીવલી ઈસ્ટ.

હાલાઇ લોહાણા
મુળ વતન જુના દેવળીયા (મોરબી) હાલ-થાણા (મુંબઈ) નિવાસી ગં.સ્વ. રમિલાબેન પુજારા (ઉં. વ. ૭૪) તા. ૭-૬-ર૪ને શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ. ભાસ્કરભાઇ હરજીવનભાઈ પુજારાના ધર્મપત્ની તથા ભાવિન, નિલેષ, જાગૃતી રોહિતકુમાર ઠકકરના માતુશ્રી. તેમજ સ્વ. કાંતાબેન વિઠ્ઠલદાસ બાટવીયાના દિકરી. તેમજ હિના તથા મનીષાના સાસુ તથા પ્રીયા, આંચલ, અર્પિતા, શ્ર્લોકના દાદી.ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નડિયાદ વિશા ખડાયતા વણિક
હાલ કાંદિવલી નિવાસી સ્વ. શકુંતલાબેન જીતેન્દ્ર પરીખના પતિ જીતેન્દ્ર જયકિશનદાસ પરીખ (જીતુભાઈ) (ઉં. વ. ૮૫) તે તા. ૬-૬-૨૦૨૪ને ગુરુવારના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સમીર, સંદીપના પિતા. મિતલના સસરા. નિધિ અને કરણના દાદા તથા હંસિકાબેનના ભાઈ. તેમની પ્રાર્થના સભા રવિવાર તા. ૯-૬-૨૦૨૪ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ક્લબ હાઉસ, ઈટરનીટી, ઠાકુર વિલેજ, કાંદિવલી ઈસ્ટ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત