Important News Alert: આવતીકાલે ત્રણેય લાઈન પર Mega Block
મુંબઈઃ વેકેશનનો છેલ્લો રવિવાર હોઈ જો તમે પણ બાળકો સાથે બહાર જવાનો કે મુંબઈ દર્શન માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોકને કારણે તમારો પ્લાન ચોપટ થઈ શકે છે. રેલવેની ત્રણેય લાઈન પર મેગા બ્લોક (Mega Block News) હાથ ધરવામાં આવ્યો છે. મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવે એમ ત્રણેય લાઈન પર રેલવે દ્વારા વિવિધ મેઈન્ટનન્સ વર્ક હાથ ધરાવવાનું હોઈ રેલવેના ધાંધિયા રહેશે.
મધ્ય રેલવે પર સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક (Central Railway CSMT-Vidhyavihar Up-Down Slow Line) હાથ ધરવામાં આવશે જેને કારણે આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. હાર્બર લાઈન પર સીએસએમટી-વડાલાથી વાશી, બેલાપુર, પનવેલ તેમ જ સીએસએમટી-બાંદ્રા-ગોરેગાંવ વચ્ચે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી અપ-ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ રહેશે.
પશ્ચિમ રેલવે પર ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન (Churchgate-Mumbai Centrail Up-Down Fast line) પર પાંચ કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક લોકલ ટ્રેનો મોડી પડશે તો કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી હોવાની માહિતી પણ રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.