LICની આ સ્કીમમાં દર મહિને 1358 રૂપિયા રોકીને બનો Lakhpati…
મધ્યમ વર્ગીય માણસ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિવિધ બચત યોજના, સ્કીમ્સ અને ફંડ્સમાં પૈસા રોકે છે એમાં પણ એલઆઈસી (LIC Plans) અને પોસ્ટ ઓફિસ (Post Office Schemes)ની સ્કીમ્સ અને પ્લાન્સ તો રોકાણકારોની સૌથી પહેલી પસંદ છે. આજે અમે તેમને એલઆઈસીની આવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એલઆઈસીની આ હીટ સ્કીમમાં તમે મહિનાના 1300થી ઓછા રૂપિયા રોકીને લખપતિ થઈ શકો છો. આવો જોઈએ શું છે આ સ્કીમ…
એલઆઈસીની ગણતરી ભારતની સૌથી મોટી વીમા કંપનીમાં કરવામાં આવે છે અને એની પાસે એકથી ચઢિયાતી એક પોલિસી છે. LICની જે સ્કીમ વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એમાં તમે દર મહિના 1358 રૂપિયા જમા કરીને તમે 25 લાખ રૂપિયાનું ફંડ જમા કરી શકો છો. આ પોલિસીનું નામ છે LIC Jivan Anand. આવો જોઈએ કે આખરે આ સ્કીમમાં પૈસા રોકીને તમે કઈ રીતે 25 લાખનું ફંડ જમા કરી શકો છો.
એલઆઈસીની આ સ્કીમ એક લોન્ગ ટર્મ પ્લાન છે અને આ સ્કીમમાં તમે 15થી 35 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. જો તમે આ પોલિસીમાં 35 વર્ષ સુધી રોકાણ કરશો તો મેચ્યોરિટી સમયે તમારી પાસે 25 લાખ રૂપિયાનું ભંડોળ જમા થઈ ગયું હશે. આ માટે તમારે આ પોલિસીમાં એક વર્ષમાં આશરે 16,300 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મહિનાની વાત કરીએ તો મહિને આ રકમ 1358 રૂપિયા જેટલી થાય છે.
આ સ્કીમમાં એક્સિડન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઈડર, એક્સિડન્ટ બેનેફિટ રાઈડર, ન્યુ ટર્મ ઈન્શ્યોરન્સ રાઈડર અને ન્યુ ક્રિટિકલ બેનેફિટ રાઈડરનો લાભ મળે છે. જો પોલિસી હોલ્ડનું મૃત્યુ થાય તો નોમિનીને 125 ટકાનું ડેથ બેનેફિટ પણ ઓફર કરવામાં આવે છે.
તો ચાલો, રાહ કોની જુઓ છો? દર મહિને 1358 રૂપિયાનું રોકાણ કરીને તમે પણ લખપતિ બનવાની તૈયારી કરી જ લો…