Kangana Ranautના ‘Thappad’કાંડઃ ઘટનાની બીજી બાજુ રજૂ કરતાં બોલીવૂડના આ Khanએ કર્યા સવાલો…
એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત (Bollywood Actress And MP Kangana Ranaut) સાથે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી ઘટનાની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. બોલીવૂડ સેલેબ્સ પણ કંગનાના સપોર્ટમાં આવીને પોસ્ટ કરી રહ્યા છે પણ આ જ દિવસે એ સમયે એ જ એરપોર્ટ પર કંગનાની હાજરીમાં જ બીજી એક દીકરી પર પણ એક પુરુષે હાથ ઉપાડ્યો હતો, એના વિશે તો કોઈ વાત જ નથી કરી રહ્યું. આવો તમને જણાવીએ કે ક્યારે ક્યાં બની
એક્ટર કમાલ આર ખાન (Actor Kamaal R Khan)એ આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. કંગનાને જે સમયે સીઆઈએસએફની મહિલા ગાર્ડે લાફો માર્યો એ જ સમયે કંગના રનૌતની સાથે ચાલી રહેલી તેની જ મહિલા સ્ટાફ પર પણ કંગના સાથે રહેલા પુરુષ કર્મચારીએ હાથ ઉપાડ્યો હતો અને આ ઘટના પણ સીસીટીવી કેમેરા પર રેકોર્ડ થઈ છે. પરંતુ બધા જ કંગનાને લાફો પડ્યો એ વિશે વાત કરી રહ્યા છે, પણ પેલી છોકરીને પડેલાં લાફા વિશે તો કોઈ વાત જ નથી કરી રહ્યું, આ કેટલી હદે યોગ્ય છે?
કંગના રનૌતને લોકસભા ચૂંટણી-2024માં ભારે જંગી મતથી જિત મળી છે. હિમાચલ પ્રદેશના મંડીથી 74,000 વોટથી જિતેલી કંગના જ્યારે ગુરુવારે સાંજે ચંદીગઢથી દિલ્હી જવા રવાના થઈ હતી ત્યારે એની સાથે એરપોર્ટ પર આ ઘટના બની હતી. કંગનાના સપોર્ટમાં અનેક બોલીવૂડ સેલેબ્સ જેમ કે અનુપમ ખેર, રવીના ટંડન, વિવેદ અગ્નિહોત્રી, શેખર સુમન જેવા સેલેબ્સ પોસ્ટ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : ‘Thappad’કાંડમાં CISF Guardનો U-Turn, હવે કહે છે કે માતા માટે તો…
દરમિયાન એક્ટર કમાલ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સીઆઈએસએફની મહિલા ગાર્ડે કંગના રનૌત (Kangana Ranaut)ને લાફો માર્યો એ જેટલું ખોટું હતું એટલું જ કંગનાની બાજુમાં રહેલી (કંગનાની સ્ટાફ) છોકરીને પણ લાફો મારી દેવો કેટલી હદે યોગ્ય ગણાય? શું માત્ર કંગના જ રિસ્પેક્ટ ડિઝર્વ કરે છે? સામાન્ય માણસના માન-સન્માનની કોઈ વેલ્યુ નથી, તેનો કોઈ હક નથી?
જો તમે પણ કંગનાના થપ્પડકાંડનો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો જોશો તો એમાં કંગનાની પાછળ ચાલી રહેલાં તેના સ્ટાફના લોકોમાંથી જ એક પુરુષ એક છોકરીને લાફો મારતો દેખાય છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ છોકરી કંગનાની આસિસ્ટન્ટ છે.