વેપારશેર બજાર

બે સત્રમાં રોકાણકારોની સંપત્તિમાંથી કુલ રૂ. ૨.૯૮ લાખ કરોડનું ધોવાણ થયું છે.

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં વૈશ્ર્વિક કારણોસર એકાએક જોરદાર કડાકો નોંધાયો છે અને તેમાં અંદાજે બે લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. ભારતીય શેરબજાર પહેલાથી જ ઐતિહાસિક ઊંચી સપાટીએ હોવા સાથે વેલ્યુએશન્સ અંગે પણ રોકાણકારો દ્વિધામાં હતા ત્યાં યુએસ ટ્રેઝરી યિલ્ડ અને ક્રૂડના ઊછળતા ભાવ જેવા કારણો મળી જતાં મંદીવાળા બજાર પર હાવી બની ગયા હતા.
બે સત્રમાં રોકાણકારોની સંપત્તિમાંથી કુલ રૂ. ૨.૯૮ લાખ કરોડનું ધોવાણ થયું છે.

યુએસ બોન્ડની ઉપજ યુએસ ફેડરલની બેઠકના પરિણામ પહેલાં ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી, બુધવારે સ્થાનિક બેન્ચમાર્કનો પ્રારંભ જ રેડ ઝોનમાં થયો હતો અને ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસની આગેવાનીે વેચવાલી ઝડપી બનતાબજારનું માનસ ખોરવાઇ ગયું હતું.


સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટ્સ અથવા ૧.૮ ટકાના કડાકા સાથે ૬૭,૦૦૦ની સપાટી તોડતો ૬૬,૮૦૦.૮૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૬૬,૭૨૮ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો. દરમિયાન, નિફ્ટી બેન્ચમાર્ક ૧.૧૫ ટકા અથવા ૨૩૧.૯૦ પોઈન્ટના કડાકા સાથે ૧૯,૯૦૧.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.


પ્રારંભિક માહિતી અનુસાર બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ. ૩૨૦.૬૩ લાખ કરોડ થયું છે. એક ટોચના ચાર્ટિસ્ટે એવી ચેતવણી આપી છે કે, નિફ્ટી જો ૧૯,૮૬૫ની સપાટી તોડશે તો બજાર ઝડપી ગતિએ નીચી સપાટીએ ગબડશે.


સેન્સેક્સ પેકમાંથી એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જેેસડબલ્યુ સ્ટીલ, મારૂતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર હતા.એચડીએફસી બેન્કે સોમવારે એવા સંકેત આપ્યા હતા કે એચડીએફસી સાથેના મર્જર પછી તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ પહેલી જુલાઈથી વધવાની શક્યતા છે, આ પછીથી એચડીએફસી બેન્કના શેરમાં ત્રણેક ટકાનો ઘસારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button